પૂ. સુમતિબાઈ મહાસતીજી આદીની નિશ્રામાં ગુરૂ ગિરી ગાદીપતિ ઉદ્ધોષણા ઉપલક્ષા પ્રભાતફેરી તથા પ્રાર્થના સંપન્ન 

‘ગાદીપતિ ગર્વ ડે’ તરીકે દર વર્ષે 14/5 નું ભવ્ય આયોજન કરાશે

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પિરવારના સુશિષ્ય પરમ દાર્શનિક પૂ. ગોંડલ ગચ્છ શિરોમણી સ્વ. પૂ. જયંતિલાલજી મ઼સા. ના સુશિષ્ય ગાદીપતિ પૂ.  ગિરીશચંદ્રજી મ઼સા.ના ગાદીપતિ ઉદધોષણા સ્મૃતિ દીન ઉપલક્ષા  રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ઼શેઠ પૌષધશાળાના આંગણે થી પ્રભાતફેરીમાં ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ઼સા. એવમ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પિરવારના 9-9 પૂ. મહાસતીજીઓ ઉપસ્થિત રહેલ હતા તેમજ પ્રભાતફેરીમાં સંઘપ્રમુખો ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, જોડાયેલ હતા અને તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજીએ  રોયલપાર્ક ઉપાશ્રયેથી માંગલીક સંભળાવી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે પ્રભાતફેરી પહોંચી હતી ત્યારબાદ ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા. એવમ તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી તથા બિરાજમાન સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં કાયમી પ્રાર્થના મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ હતી. ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા.એ પ્રાસંગીક પ્રવચન ફરમાવેલ હતુ. તપસ્વીની પૂ. વનિતાબાઈ મ઼એ માંગલીક ફરમાવેલ હતુ.

સદાનંદી પૂ. સુમતિબાઈ મ઼ ના સુશિષ્યા પૂ. અમિતાબાઈ મહાસતીજીએ પ્રાર્થનાનું મહત્વ સમજાવેલ હતુ. સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, ઉપપ્રમુખ  બિપીનભાઈ પારેખ વિ. ઉપસ્થિત રહેલ હતા. રોયલપાર્ક સંઘ સેવા સમિતિ, શેઠ ઉપાશ્રય જૈન સંઘ સેવા સમિતિ, જૈન પ્રોગ્રેસીવ ગૃપ, ગુરુ ગિરીગીમા ગૃપ, રોયલપાર્ક મહિલા મંડળ, ડુંગર-હીર મહા મહિલા મંડળ, ડુંગર-વીર મહિલા મંડળ, પૂત્રવધુ મહિલા મંડળો, સ્મિત મહિલા મંડળ વિ. ગૃપના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા.

નવકારશી નો લાભ ગુરુભક્તો જૈન પ્રોગ્રેસીવ ગૃપ એ લીધેલ હતો. ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા.એ ગાદીપતિ ની સ્તુતિ મધુર કંઠે ફરમાવેલી હતી અને શ્રાવક-શ્રાવિકાઓ અંતિરક્ષામાં બિરાજમાન ગાદીપતિજીને વંદના કરેલ હતી. પ્રભાતફેરીમાં પૂ. ગાદીપતિજી ના સ્મૃતિપટ ને વ્હિલચેરમાં બિરાજમાન કરીને ભાવુકોએ અહોભાવ વ્યક્ત કરેલ હતો. વર્ષમાં એક્વાર 14મી મે ના રોજ ગાદીપતિ ગર્વ ડે તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવેલ હતી.