Abtak Media Google News

 તેઓએે 30 થી વધુ આલબમ ગીતો અને તેમજ ગુજરાતી, હિન્દી વેબસીરીઝમાં ગીતો રજુ કરાયા

ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ પ્લેબેક સીંગર અને સુપ્રસિઘ્ધ ગાયક જયદેવભાઇ ગોસાઇની અનેક સિઘ્ધિઓમાં એક વધુ એવોર્ડથી સન્માનીત થયા છે. તા. પમી મે ના રોજ વિદ્યાગુરુ ફાઉનડેશન આયોજીત સંગીત એવોર્ડનું આયોજન જાણીતા ઉઘોગપતિઓ અને સમાજ સેવકોની વિશેષ હાજરીમાં પૂ. મોરારીબાપુના હસ્તે સંગીત ક્ષેત્રે  યુવા પ્રતિભા એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ. કાર્યક્રમની શરુઆત જયદેવ ગોસાઇએ ગોસ્વામી તુલસીદાસ રચિત જય જય જગજનની સ્તુતિ દ્વારા કરેલ.

તેમના 30 થી વધુ આલબમમાં ગીતો ગાયા છે. ગુજરાતી, હિન્દી, વેબસીરીઝમાં પણ ગીતો ગાયા છે. યુકે, ઓસ્ટ્રેલીયા, ઓમાન, દુબઇ, સ્કોટલેન્ડ, નોર્થેવેલ્સ વિ. દેશોમાં પોતાના અવાજ દ્વારા વિદેશમાં ભારતીય કલા, સભ્યતા સંસ્કૃતિનો પ્રસાર કરનાર જયદેવ ગોસાઇએ ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટીવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવી તાત્કાલીન રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અને અભિનેતા સુની દત્ત  દ્વારા સન્માનીત કરાયેલફ. ભારત દર્શન  એમનો બહુ લોકપ્રિય આલબમ છે જેનું વિચોમન અમિતાભ બચ્ચન દ્વારા થયેલ. આ ઉપરાંત ફિલ્મ લવયાત્રી ના પ્રમોશન માટે સલમાનખાન દ્વારા આયોજીત નવરાત્રીમાં માંમુખ્ય ગાયક તરીકે નિમંત્રીત કરાયેલ.આમીરખાનની આગામી ફિલ્મમાં પણ એમણે સ્વર આપ્યો છે. યુવા ગાયક, પ્લેબેક સીંગર જયદેવ ગોસાઇ ની યુ ટયુબ ચેની પર અનેક ગીતો, ભજન અને સંગીત ધુમ મચાવી રહ્યા છે. એમની અનોખી સિઘ્ધીઓ બદલ જયદેવ ગોસાઇ મો.નઁ. 97231 30516 પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.