Abtak Media Google News

મોટા વાહનો પસાર થતા પુલ હલતો હોય તેવુ લાગે છે: લોકોના જીવ પર જોખમ

સુરેન્દ્રનગર જિલ્લાની એમ પી શાહ સાયન્સ કોલેજથી ટાવર સુધી અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ભોગાવો નદી કાંઠે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં આ રિવરફ્રન્ટને ટાંકી ચોકથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સુધી લંબાવવાનું કામ શ‚ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના આ નવનિર્મિત રિવર ફ્રન્ટ સુરેન્દ્રનગર જિલ્લાના ટાવરથી રતનપર વિસ્તારને જોડતા પુલ નીચેથી આ રિવરફ્રન્ટ પસાર થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને રતનપર વિસ્તારને જોડતો આ પુલ અત્યંત હાલ બિસ્માર હાલતમાં છે અગાઉ આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં ચોમાસા દરમ્યાન બન્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા આ પુલ ઉપર પડેલા મસમોટા ખાડાઓમાં ડામર પૂરીને સમારકામ કરી ફરી આ પુલ શરૂ કરવામાં આવ્યો હતો.

ત્યારે આ પુલ ઉપર રોજના હજારો માણસો અને વાહનચાલકો પસાર થાય છે ત્યારે ખાસ કરીને આ પુલ ઉપર મોટા ડમ્પર એસટી બસો અને અન્ય ખાનગી મોટા વાહનો પસાર થાય છે ત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કરવામાં આવ્યું હોવા છતાં પણ આ પુલના વચ્ચેના ભાગેથી અલગ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ પુલ પર અત્યારે પણ મોટા ગાબડા પડયા છે ત્યારે સમયમાં હવે સુરેન્દ્રનગર જીલ્લા નો નવો રિવરફ્રન્ટ નવ નિર્મિત થશે ત્યારે આ જર્જરિત પુલ આ રિવરફ્રન્ટ પરથી પસાર થાય છે ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા અને તંત્ર દ્વારા આ પુલ નીચેથી અને ઉપરના ભાગેથી વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું હાલ જ‚રી બન્યું છે.

હાલમાં સરદારસિંહ રાણા પુલ જ્યારે પણ મોટા વાહનો પસાર થાય ત્યારે આ પુલ જોખમી રીતે હાલે છે અને ચાલીને જતા લોકોને આ પુલ પડી જશે નો ભય સતાવે છે. આગામી સમયમાં નગરપાલિકા દ્વારા પુલનું વ્યવસ્થિત રીતે સમારકામ કરીને ત્યારબાદ ઉપયોગમાં લેવામાં આવે તેવી વાહનચાલકોની પણ માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.