Abtak Media Google News

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘ગલી બોય’નું નવું સોંગ થયું રીલીઝ…

ફિલ્મ ગલી બોય નું ફરી એક સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બંને એક સાથે કામ કરતાં નજર પડશે. રણવીર માટે આ ફિલ્મ તેમના કેરિયરની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે. ફિલ્મ ‘ગલી બોયનું’ ટ્રેલર થોડા ટાઈમ પહેળ જ રીલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફિલ્મનું પહેલું સોંગ ‘અપના ટાઇમ આયેગા’ પણ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગને ઝી મુઝીક કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યું.

હાલમાં જ ફિલ્મ ગલી બોય નું એક નવું સોંગ ‘મેરી ગલી મેં’ રિલિઝ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ સોંગ  પણ રણવીર સિંહે જ ગયેલું છે. આ સોંગમાં પણ રણવીર સિંહ રેપ ગાતો નજરે ચડે છે. આ ઉપરાંત ‘મેરી ગલી મેં’ સોંગ પણ ઝી મ્યુઝિક કંપની દ્વારા જ રીલીઝ કરવામાં આવ્યું છે.

1 57સોંગની રિલીઝ વિશે ગઈ કાલે આલિયા ભટ્ટે ટ્વીટ કરી જણાવ્યું હતું. ત્યારથી જ ફિલ્મના આ ગીતને લઈને ફેન્સમાં ખૂબ ઉત્સાહ હતો. કારણ કે આ ગીતથી પહેલા ‘ગલી બોય’ ના બે ગીતો રિલીઝ થઇ ચુક્યા છે, રિયલ હીપ હોપ અને અપના ટાઈમ આએગા.

જુઓ ‘મેરી ગલી મેં’ સોંગ

આ ગીતને લોકોએ ખુબ જ પસંદ કર્યું છે. જાણીતા રૈપર ડિવાઇન (Divine)ના જીવન પર આધારિત આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019ના રોજ સિનેમાઘરમો રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.