શહેરમાં ૧૭ પોલીસ કર્મચારીને ‘કોપ ઓફ ધ મંથ’નાં પ્રશંસાપત્ર એનાયત કરતા પો. કમિશનર

નવેમ્બર માસમાં જુદી જુદી ૬ એપ્લીકેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરી હતી

શહેરમાં નવેમ્બર મહિનામાં જુદી જુદી ૬ એપ્લીકેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે પોલીસ સ્ટેશન સહિત ૧૭ પોલીસ કર્મચારીને ‘કોપ ઓફ ધ મંથ’ના પ્રશંસા પત્ર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી ૬ એપ્લીકેશનની ઉપયોગીતા નીચે મુજબ છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા અલગ અલગ એપ્લીકેશનો બનાવવામાં આવેલ છે. જેમાં રાજકોટ સુરક્ષા કવચ આ એપ્લીકેશનમાં રાજકોટ શહેરના એમ.સી.આર., હીસ્ટ્રીશીટર, ટપોરી, જાણીતા જુગારી, પ્રોહી બુટલેગર, નાસતા ફરતા આરોપીની ફોટા સહિતની માહિતી મળી શકે છે. તેમજ દરેક પોલીસ અધિકારી, કર્મચારીની ઓનલાઈન હાજરી તથા કામગીરીની માહિતી તથા એરીયા ડોમીનેશન ચૂંટણી બાબતેના રીપોર્ટ વિગેરે બાબતો આવરી લેવામા આવેલ છે.

સુરક્ષીતા એપ

શહેરમાં મહિલા સુરક્ષા માટે આ એપ બનાવવામા આવી છે જેમાં જ‚રી માહિતી અપલોડ કરવાથી તે સહેલાયથી કાર્યરત થઈ શકે છે, જેના મારફત પણ ભોગ બનનાર મહિલા તાત્કાલીક પોલીસ મદદ મેળવી શકે છે.

સેફ રાજકોટ

હાલમાં કોરોના વયરસની મહામારી વધુ ફેલાતી અટકે તે હેતુથી આ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી જે તે પો.સ્ટે. ના બીટ ચોકીનાં ઈન્ચાર્જ ઓ હોમ કવોરન્ટશઈન થયેલ લોકોના રહેણાંકના સ્થળે જઈ તેમના મોબાઈલમા સેફ રાજકોટ ડાઉનલોડ કરાવી એપ્લીકેશન બાબતે સમજ કરી દર બે બે કલાકે તેમની લોકેશન, ફોટા સાથેની હાજરી પૂરવા અંગે જો આવી હોમ કવોરન્ટાઈન થયેલ વ્યકિત પોતાનું ઘર છોડી અન્ય કોઈ જગ્યાએથી હાજરી પુરે તો એપ્લીકેશન દ્વારા તાત્કાલીક પોલીસ કંટ્રોલ ‚મને જાણ થાય છે જેથી આવી હોમ કવોરન્ટાઈન ભંગ કરનાર વ્યકિતને અન્ય નકકી કરેલ પોલીસ બંદોબસ્ત સાથેની કોરનટાઈન જગ્યાએ અથવા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે.

પારદર્શિતા એપ

આ પોર્ટલનો મુખ્ય ઉપયોગ રાજકોટની જનતા માટે છે.જેમાં લોકોએ પોલીસ સ્ટેશન કે શાખામાં અરજી કરેલ હોય તે અરજી કયાં અધિકારી પાસે તપાસમાં છે. તે અરજી બાબતે તપાસ કરનારે શું કાર્યવાહી કરેલ છે તેમજ એફઆઈઆર દાખલ થયેલ હોય તેની પણ સંપૂર્ણ માહિતી તથા ચાર્જશીટની માહિતી અને તે ચાર્જશીટ કઈ કોર્ટમાં જમા કરાવવામા આવેલ છે. તે તમામ પ્રકારની માહિતી અરજદાર, ફરિયાદીને તેના ઘરે બેઠા તેના મોબાઈલમાં એસએમએસ દ્વારા સંપૂર્ણ માહિતી પહોચાડવામાં આવે છે.

રાજકોટ ઈ-કોપ એપ્લીકેશન

આ એપ્લીકેશન એક સ્માર્ટ પેટ્રોલીંગ અને મોનીટરીંગ સીસ્ટમ છે. આ એપ્લીકેશન પી.સી.આર. પેટ્રોલીંગ બાઈક પેટ્રોલીંગ તથા નાઈટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઈટ પેટ્રોલીંગ સઘન સુદ્દઢ અને પરીણામલક્ષી બનેલ છે. આ એપ્લીકેશન મારફતે રાજકોટ શહેર પોલીસ દ્વારા પીસીઆર પેટ્રોલીંગ બાઈક પેટ્રોલીંગ તથા નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરવામાં આવે છે.

ઈ-ગુજકોપ એપ્લીકેશન

આ એપ્લીકેશન ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં ક્રાઈમને લગત તમામ બાબતો આવરી લેવામાં આવેલ છે અને આ એપ્લીકેશનની મદદથી ક્રાઈમને લગત સમગ્ર ગુજરાત રાજયનાં ઓનલાઈન ડેટા મળી શકે છે.

નવેમ્બર માસમાં માલવીયાનગર,  ભકિતનગર પોલીસની શ્રેષ્ઠ કામગીરી

શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા એપ્લીકેશનનો ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરીના ડેટા ઉપરથી મૂલ્યાંકન કરી નવે.૨૦૨૦ના માસ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેરનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પ્રથમ ક્રમાંક મેળવનાર માલવીયાનગર પોલીસ સ્ટેશન તથા દ્વિતિવ ક્રમાંક મેળવનાર ભકિતનગર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ, કે.પી.આઈ., ઈ. ગુજકોપ, ઈ-પોર્ટલ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પૂર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરી હતી. જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદલ બંને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહીત કરવા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ઓફ ધ મેચ નું પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.

નવે.માસમાં પોલીસ સ્ટેશન, બ્રાંચ તેમજ પો.હેડ.કવા. લેવલે સારી કામગીરી કરનાર પો.હેડ. કવા. ના કુલ ૧૭ પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ‘કોપ ઓફ ધ મંથ’નું પ્રશંસા પત્ર આપી સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બીરદાવવામાં આવ્યા હતા.