Abtak Media Google News

‘પોલીસ મહા આંદોલન-21’ વોટ્સએપ ગૃપમાં ‘ટ્રસ્ટ ઓફ મા જસીબા’ પ્રોફાઇલ નામથી એમટીના ડ્રાઇવરે પોલીસની તાકાત અંગે મેસેજ વાયરલ કર્યા

ગુજરાતમાં અન્ય રાજયની સરખામણીમાં ગ્રેટ પે ઓછો હોવાથી અને રાજયમાં અન્ય ક્રર્મચારીની સાપેક્ષમાં પણ ગ્રેટ પે ઓછો હોવાથી છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર રાજયમાં ગ્રેટ પેના મુદે પોલીસ સ્ટાફની નારાજગી જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર એમટી વિભાગના કોન્સ્ટેબલે પોલીસ મહા આંદોલન-21માં ટ્રસ્ટ ઓફ મા જસીબા પ્રોફાઇલથી પોલીસની તાકાત મેસેજ વાયરલ કરતા પોલીસ ડીપાર્ટમેન્ટની શિસ્તનો ભંગ કર્યાનો સાયબર કાઇમમાં પોલીસમેન વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસબેડામાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેલ થી એએસઆઇ સુધીના સ્ટાફ ધાર્મિક, સામાજીક અને વ્યવાહારીક પસંગો અને કાર્યક્રમ છોડી રાત-દિવસ પ્રજાની સુરક્ષા માટે સતત ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને અન્ય ક્રર્મચારીની સરખામણીએ ગ્રેટ પે ઓછો મળતો હોવાથી પોલીસનું કોઇ યુનિયન કે સંગઠન ન હોવાતી ગત વર્ષ ‘પોલીસ મહા આંદોલન-21’ના નામે છાને ખૂણે ચળવળ શરૂ થઇ છે.

પોલીસ સ્ટાફના અસંતોષ અંગેની ચળવળના ભાગરૂપે પોરબંદર પોલીસ ડીપાર્ટમેન્ટમાં એમટી વિભાગમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ કોયસિંહ પરમારે ‘પોલીસ મહા આંદોલન-21‘ વોટસએપ ગૃપમાં ટ્રસ્ટ ઓફ મા જસીબા પ્રોફાઇલથી પોલીસની તાકાત, તેના પરિવારની તાકાત, તેના સંતાનોની તાકાત, એના સંબંધીની તાકાત, તેના મિત્રની તાકાત, તેના ગામની તાકાત, તેના તાલુકાની તાકાત, એના જિલ્લાની તાકાત સરકાર બનાવી પણ શકે અને સરકાર પાડી પણ શકે તેવો મેસેજ વાયરલ કરતા પોરબંદર સાયબર ક્રાઇમના પી.એસ.આઇ. મિલન લખમણભાઇ આહિરે પોરબંદર એમટી વિભાગના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર સામે ડીસીપ્લીન ભંગ અંગેની ફરિયાદ નોંધાવતા કમલા બાગ પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.બી.ધાધલ્યા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.