Abtak Media Google News

પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલનો સ્ટાફ સાચો કોરોના વોરિયર્સ બની રહ્રાો છે. અહીં ફરજ બજાવતા એક નર્સના પતિને હ્રદયની બિમારી હોવાથી આ નર્સની તેના ઘરે જરૂર છે, પરંતુ પરિવારની ચિંતા છોડીને પણ આ કોરોના વોરિયર્સ હાલ દદર્ીઓની સારવારમાં વ્યસ્ત રહે છે.

હાલ કોરોનાની મહામારી ચાલે છે. પોરબંદર જિûામાં કોરોના દદર્ીઓની સંખ્યા વધી રહી છે. કોવિડ હોસ્પિટલમાં દદર્ીઓથી ખાટલા ભરાઈ ગયા છે તેવા સંજોગોમાં દદર્ીઓની સારવાર માટે સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ કોરોના વોરિયર્સ બની દદર્ીઓની સારવાર કરે છે. સ્ટાફ નર્સ આર. એફ. ભોજાણી અહી વીસ વર્ષથી ફરજ બજાવે છે. તાજેતરમાં આ સ્ટાફ નર્સના પતિ સુલ્તાનભાઈ પોપટીયા જેઓ જામ રાવલ ખાતે સ્ટાફ બ્રધર્સ ની ફરજ બજાવતા હતા, તેઓને હ્રદયની તકલીફ થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ચેક કરાવતા તેઓને 90 ટકા હાર્ટ બ્લોકેજ આવ્યું હતું અને તેમનું ઓપરેશન કરાવ્યું છે. હાલ સુલ્તાનભાઈ નાજુક તબિયતના કારણે ઘરે આરામ પર છે અને તેના પત્ની આર. એફ. ભોજાણી પતિની સેવા કરતા હતા. પરંતુ કોવિડ હોસ્પિટલમાં દદર્ીઓ વધતા આ સ્ટાફ નર્સને ફરજ પર હાજર થવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ તુરંત કોવિડ હોસ્પિટલે હાજર થઈ ગયા હતા અને દદર્ીઓની સારવારમાં વ્યસ્ત બની ગયા હતા. આમ આ સ્ટાફ નર્સના પતિ બીમાર હોવા છતાં દદર્ીની સારવાર માટે હાજર થઈ સાચા કોરોના વોરિયર્સ બન્યા છે.

પોરબંદરની કોવિડ હોસ્પિટલના ડોકટરો અને નર્સ સહિતનો મેડીકલ સ્ટાફ તેમજ સફાઈ કામદારો સહિતના લોકો પોતાના ળવના જોખમ પર દદર્ીઓની સેવામાં લાગી ગયા છે, ત્યારે  આવા સાચા કોરોના વોરીયર્સને  સલામ છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.