પોરબંદર: તબીબ સહિત મેડીકલ સ્ટાફને ડેપ્યુટેશન પર અન્ય જિલ્લામાં મોકલાતા લોકોમાં રોષ

0
21

પોરબંદરની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ ડોકટર સહિત મેડીકલ સ્ટાફનો અભાવ પણ જોવા મળે છે. તેમ છતાં અહીંથી ડેપ્યુટેશન પર બહારના જિલ્લામાં ડોકટર મોકલાતા હોવાથી લોકોમાં રોષ વધી રહ્રાો છે.

પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની  કેપેસીટી 17પ બેડની રહેલી છે. તેમ છતાં આ હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને કારણે દર્દીઓથી આંક ર00 સુધી પહોંચવા આવ્યો છે. અહીં ફરજ બજાવી રહેલા ડોકટર અને મેડીકલ સ્ટાફ સારવારમાં પહોંચી વળતો નથી. પૂરતી મહેનત કરવા છતાં પણ ડોકટરો દર્દીઓ પાછળ પૂરતું ધ્યાન દઈ શકે તેવી સ્થિતિ નથી. તેમ છતાં રાજકોટની વડી કચેરીના આદેશથી સરકારી હોસ્પિટલનું તંત્ર આ હોસ્પિટલમાંથી બહારના જિલ્લામાં ડેપ્યુટેશન પર ડોકટર અને મેડીકલ સ્ટાફને મોકલી રહ્રાા છે. ખાસ કરીને ગયા મહીને પણ દ્વારકા ખાતે ડોકટરોને મોકલાયા હતા, તો હાલ પણ એક ડોકટર અને નર્સને ડેપ્યુટેશન પર દ્વારકા ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જો કે જિલ્લા કલેકટર એ હવે પછી ડોકટર મોકલવા પર ના ફરમાવી દીધી છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી કોરોનાના દદર્ીઓમાં વધારો થઈ રહ્રાો છે. તો અન્ય જિલ્લામાંથી સારવાર લેવા માટે પણ મોટા પ્રમાણમાં દર્દીઓ પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં ડોકટર અને મેડીકલ સ્ટાફનો અભાવ વતર્ાઈ રહ્રાો છે. તેમ છતાં દાતારી દાખવી હોસ્પિટલનું તંત્ર અન્ય જિલ્લામાં ડોકટરો અને મેડીકલ સ્ટાફને દ્વારકા જિલ્લા ખાતે ડેપ્યુટેશન પર મોકલતું હોવાથી શહેરીજનોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here