Abtak Media Google News

રાજ્ય સરકારની વેકસીન આપવાની મોટી-મોટી વાતો વચ્ચે વેકસીનની અછતને કારણે પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેકસીનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં જિલ્લાને ફાળવવામાં આવતો નથી. લોકો ધંધા-રોજગાર મૂકીને વહેલી સવારથી વેકસીન સેન્ટર ખાતે લાઈનમાં ઉભી જતા હોવા છતાં તેમને વેકસીનનો લાભ મળતો નથી આ મામલે પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોગ્ય અધિકારીનો ઘેરાવ કર્યો હતો.

રસીકરણની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે આજે જિલ્લા કોંગ્રેસે રામદેવભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં જિલ્લા આરોગ્ય અધિકારીનો ઘેરાવ કર્યો હતો, જેમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જોડાઈ હતી. ઘેરાવ કરી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં એક સેન્ટર પર માત્ર ૧૦૦ ડોઝ આપવા અંગે રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી તેમજ પહેલા ડોઝ અને બીજા ડોઝ માટેના સેન્ટરો પણ અલગ હોય છે, જે અંગે લોકોને જાણ પણ કરવામાં આવતી નથી જેને કારણે અનેક લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

Screenshot 5 20

વેકસીનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં જિલ્લાને ફાળવવામાં આવતો નથી. લોકો ધંધા-રોજગાર મૂકીને વહેલી સવારથી વેકસીન સેન્ટર ખાતે લાઈનમાં ઉભી જતા હોવા છતાં તેમને વેકસીનનો લાભ મળતો નથી. તેમ જણાવી કોંગ્રેસ દ્વારા પોરબંદર જિલ્લાને રોજના ૧૦ હજાર જેટલા વેકસીનના ડોઝ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. ઘેરાવ સમયે કોંગ્રેસના મહિલા કાર્યકરોએ રાજ્ય સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા, જેને કારણે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે બાદમાં આરોગ્ય અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.