Abtak Media Google News

 પોરબંદરમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. હાલ સરકારી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓ ઓકિસજન પર છે. જેને લઈ આ હોસ્પિટલમાં દરરોજનો ર8 હજાર લીટર જેટલો ઓકિસજન દર્દીઓને આપવામાં આવી રહ્રાો છે. 

સમગ્ર પોરબંદર જિûામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમજ રિપોર્ટમાં નેગેટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મુખ્ય કોવિડ હોસ્પિટલમાં હાલ તો જે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. હાલ રરર દર્દી દાખલ છે અને આ તમામ રરર દર્દી ઓક્સિજન પર છે. જ્યારે તેમાંથી રર દર્દીને જમીન પર બેડ પાથરી ઓક્સિજન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ પપ0 જેટલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ર8 હજાર લીટર ઓકિસજન દર્દીઓને આપવામાં આવે છે. એટલે કે દાખલ દર્દીઓ માટે દરરોજ ર8 હજાર લીટર ઓક્સિજન વપરાય છે. કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમા 79 દર્દી દાખલ છે જેમાં 31 દર્દી પોઝિટિવ છે જેમાંથી રપ દર્દી ઓક્સિજન પર, 3 દર્દી બાયપેપ પર, 1 દર્દી હાઈ ફલો પર છે. રિપોર્ટ આવવાના બાકી હોઈ તેવા 1ર દર્દી છે, જેમાંથી 11 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સેમી આઇસોમાં 143 દર્દી દાખલ છે જેમાંથી 110 દર્દી ઓક્સિજન પર છે. 1પ નવા દર્દી દાખલ થયા છે. કોવિડ હોસ્પિટલમાં હાલ પ36 જેટલા રેમડેસિવર ઇન્જેક્શનનો સ્ટોક છે. ગઈકાલે ખાનગી હોસ્પીટલમાં 49 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હજુ 10 હજાર રેમડેસિવર ઇન્જેક્શન મંગાવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર તો છે પરંતુ ઓક્સિજન ફ્લો મીટરની અછત છે. 1પ0 ફ્લો મીટર મંગાવવામાં આવ્યા હતા જ્યારે માત્ર્ા 10 ફ્લો મિટર ફાળવવામાં આવ્યા છે. હાલ કુલ 400 થી વધુ ઓક્સિજન ફ્લો મીટરની જરૂરિયાત છે.

તો બીજી તરફ રાજ્ય સરકારે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક મંજુર કરી હતી. પરંતુ આ ઓક્સિજન ટેન્ક હજુ સુધી પહોંચી નથી. આ ટેન્ક આવી જાય તો સિલિન્ડર ભરવાની જરૂર રહે નહી અને લાઈન ટ્રીપ ન થાય. ઉપરાંત આ ઓક્સિજન સિલિન્ડરને નસિઁગ કોવીડ ખાતે તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવે તો ત્યાં દર્દીઓને ઓક્સિજન પર રાખી સારવાર આપી શકાય તેમ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.