Abtak Media Google News

2796 મતની લીડ સાથે વિજેતા ન્યુઝ વાયરલ

ગુરૂવાર તારીખ 8 ના પોરબંદર વિધાનસભા સીટની ચુંટણીનું પરિણામ 8 ડીસે. ગુરૂવારે જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા જ પોરબંદરના સોશ્યલ મિડીયામાં અર્જુનભાઈ મોઢવાડીયા 2796 મતે વિજેતા બન્યા હોવાનું જાહેર કરી દેવાયું છે. જેમાં ઉમેદવારોએ કેટલા મત મેળવ્યા ? તે અંગેનું એક સર્વે સોશ્યલ મીડિયામાં ફરતું થતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોરબંદર વિધાનસભા સીટ પર ખેલાયેલા ચુંટણી જંગની મતગણતરી ગુરુવારે તારીખ 8 ડિસેમ્બરે થયા બાદ તેનું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા જ સોશ્યલ મિડીયામાં અર્જુનભાઈ મોઢવાડીયા 2796 મતે વિજેતા બન્યા હોવાનું લીસ્ટ ફરતું થયું છે.

મહત્વની બાબત એ છે કે પોરબંદર વિધાનસભાના એકઝીટ પોલના નામે ફરતા થયેલા આ લીસ્ટમાં દરેક ઉમેદવારને કેટલા મત મળ્યા તેની આંકડા સાથેની યાદી જાહેર થઇ છે. હજુ સુધી ઈ.વી.એમ. મશીનમાં જે રહસ્ય કેદ છે તે અગાઉથી કઇ રીતે જાહેર થઇ શકે ? તેવી ચર્ચાઓ થઇ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે દરેક ઉમેદવારના આંકડા પણ લખેલા છે, જેમાં કુલ મતદારો 2,66,0પપ માંથી પડેલા મત 1,62,665 દર્શાવેલા છે. અનેક 61.14 ટકા મતદાન થયું છે,

જેમાંથી અર્જુનભાઈ મોઢવાડીયાને 76,385 અને બાબુભાઇ બોખીરીયાને 73,589 મત મળ્યા હોવાનું જાહેર થયું છે. અને અર્જુનભાઈ મોઢવાડીયાને 2796 મતે વિજેતા જાહેર થાય છે તેમ જણાવ્યું છે, તો આમ આદમી પાર્ટી ઉમેદવાર ળવનભાઇ જુંગી 7532 મત અને નોટા ને 2967 મત મળ્યા છે.

તથા જેઠાભાઇ ચાવડાને 398, રમેશભાઇ ડાકીને 198, રાજેશભાઇ પંડયાને 278, રણમણભાઇ ઓડેદરાને 179, લાખણશીભાઈ ઓડેદરાને 289 પ્રકાશભાઇ ઉનડકટને 205, મનોજભાઇ બુધેચાને 478, મુકેશભાઇ પાંજરીને 167 મત મળ્યા છે. આ પ્રકારની યાદી જાહેર થતા પોરબંદરના રાજકારણમાં ચચર્ાનો વિષય બન્યો છે કારણ કે હજુ ગુરૂવારે ઈ.વી.એમ. મશીન ખુલે પછી કોને કેટલા મત મળ્યા તેની સાચી માહીતી બહાર આવે છે, પરંતુ પોરબંદરમાં અત્યારથી જ આ યાદી ફરતી થઇ છે. તે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે કે કેમ ? તે અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.