Abtak Media Google News

અજાણ્યા શખ્સોએ માથામાં ધોકા માર્યા: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો

પોરબંદરના છાયા વિસ્તારમાં મીરા ડે નામની દુધની ડેરી ધરાવતા મેર યુવાન પર અજાણ્યા શખ્સોએ ધોકાથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ખૂની હુમલો કોને અને શા માટે કર્યો તે અંગે કમલા બાગ પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ધોકાના ત્રણ કટકા થઇ ગયા હતા. પોલીસે લોહીથી ખરડાયેલા ધોકા કબ્જે કરી રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલવા સઘન તપાસ શરુ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર છાયા વિસ્તારમાં કેનાલ સામે રહેતા જગાભાઇ હાથીયાભાઇ બાપોદરા નામના મેર યુવાન પર નગરપાલિકા સામે આવેલી મીરા ડે નામની દુકાને અજાણ્યા શખ્સોએ ધોકાથી ખૂની હુમલો કર્યાની અંજુબેન બાપોદરાએ કમલાબાગ પોલીસમ્ં ફરિયાદ નોંધાવી છે.

જગાભાઇ હાથીયાભાઇ બાપોદરા ગત તા.28મીએ સાંજે પોતાની મીરા ડે દુધની દુકાને ગયા બાદ રાત્રે દસેક વાગે પોતાની પત્ની અંજુબેન બાપોદરા સાથે મોબાઇલમાં વાત થઇ હતી ત્યારે તેઓ એકાદ કલાકમાં ઘરે આવી જશે તેવું જણાવ્યું હતું પરંતુ સવાર સુધી ઘરે ન આવતા જગાભાઇના મોટા ભાઇ માલદેભાઇ અને સલીમભાઇ તપાસ કરવા ગયા ત્યાર મીરા ડે દુકાનનું શટર બંધ હતુ તે ઉચકીને જોતો જગાભાઇ બાપોદરા પોતાની મીરા ડે દુકાનમાં લોહીથી  ખરડાયેલી હાલતમાં મળી આવ્યા હતા.

તેમજ દુકાનમાં લોહીથી ખરડાયેલી હાલતમાં ધોકાના ત્રણ કટકા મળી આવ્યા હતા. જગાભાઇને ઘરે લાવ્યા બાદ તેને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરાયાનું ફરિયાદમાં જણાવ્યું છે. કમલાબાગ પોલીસ મથકના પી.આઇ. એસ.ડી.કાળુકેએ અંજુબેન બાપોદરાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ખૂની હુમલો કોને અને શા માટે કર્યો તે અંગેની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.