Abtak Media Google News

પોરબંદર જિલ્લામાં કોરોના ટેસ્ટ અંગે કોઈ ખાનગી લેબને મંજુરી આપવામાં આવી નથી અને આ અંગે કોઈ ખાનગી લેબોરેટરીએ માંગણી ન કરી હોવાનું તંત્ર જણાવી રહ્રાું છે, જો કે શેઠ લેબોરેટરી દ્વારા આજથી બાર દિવસ અગાઉ માંગણી કરી દેવામાં આવી હતી.

પોરબંદર જિલ્લામાં કોરોનાના આંકડા છુપાવવામાં આવતા હોવાના અનેક આક્ષોપો સરકારી તંત્ર સામે થયા છે. તો બીજી તરફ કોઈ ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ અંગેની મંજુરી આપવામાં ન આવતી હોવા પાછળનું કારણ પણ આંકડા છૂપાવવાનું હોવાની ચર્ચા શહેરભરમાં જાગી હતી. આ મામલે તારીખ 10 એપ્રિલના રોજ પત્રકારોએ જિલ્લા કલેકટરને પ્રશ્ન કર્યો  હતો. જેમાં જિલ્લા કલેકટર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આજદિન સુધી કોઈ ખાનગી લેબોરેટરીએ કોરોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અંગે માંગણી કરી જ નથી.

આ મામલે ગુજરાત ન્યૂઝ-પોરબંદરની ટીમને થોડું આશ્ચર્ય લાગતા અમારી ટીમે જાત તપાસ કરી હતી. જેમાં એવું જાણવા મળ્યું છે કે બીજી એપ્રિલ એટલે કે આજથી લગભગ બારેક દિવસ પૂર્વે પોરબંદરની ખ્યાતનામ શેઠ લેબોરેટરીના સંચાલકો દ્વારા તેની લેબોરેટરીમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવા અંગે તેમજ એન્ટીબોડી ટેસ્ટ કરવા અંગે સરકારી તંત્ર પાસે માંગણી કરી દેવામાં આવી હતી.

એક તરફ સરકારી તંત્ર કોઈ લેબોરેટરીએ કોરોના રીપોર્ટ કરવા અંગે માંગણી જ ન કરી હોવાનું જણાવી રહ્રાું છે, તો બીજી તરફ શેઠ લેબોરેટરી દ્વારા માંગણી કરવામાં આવી હોવાના આટલા દિવસો વિતી પણ ગયા છે તે પણ એક વાસ્તવિકતા છે. ત્યારે હાલ પરિસ્થિતિ જોતા તેવું લાગી રહ્રાું છે કે શેઠ લેબોરેટરી દ્વારા કરાયેલી અરળ હળ સુધી જિલ્લા કલેકટર સુધી પહોંચી નહીં હોય, ત્યારે વહેલી તકે તંત્રએ જવાબદાર અધિકારી સુધી શેઠ  લેબોરેટરી દ્વારા કરાયેલી અરજી પહોંચાડી અને તેમની અરજી અંગે યોગ્ય જવાબ આપી દેવામાં આવે તેવી માંગ શહેરભરમાંથી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.