પોરબંદરનાં વહાણની ઓમાન નજીક જળસમાધિ: કેપ્ટન સહિત બેના મોત

રાજસાગર વહાણ દુબઈથી જૂના વાહનો ભરીને યમન જવા નીકળ્યું’તું : મરીન પોલીસે 8 ક્રું મેમ્બરને કર્યા રેસ્ક્યું

પોરબંદરનું રાજસાગર વહાણ દુબઈથી યમન જઈ રહ્યું હતું ત્યારે સમાજના ચલાલા નજીક તેને જળસમાધિ લીધી છે જેમાં કેપ્ટન સહિત તે ક્રૂ મેમ્બર ના મોત નિપજ્યા છે જ્યારે મરીન પોલીસે આઠ ક્રૂ મેમ્બરો ને બચાવી લીધા છે.

વિગતો મુજબ પોરબંદરનું રાજ સાગર નામનું વહાણ પાંચ દિવસ પહેલા દુબઈથી વાહનો ભરી અને યમન જવા રવાના થયું હતું . આ વહાણ ઓમાનના સલાલા બંદરથી થોડે દૂર હતું ત્યારે દરિયાઇ તોફાનના કારણે આ વહાણે જળ સમાધિ લીધી હતી. વહાણના કેપ્ટન પોરબંદરના રતનશી લાલજીભાઇ પાંજરી તથા મહુવાના ભંડાર પુનાભાઇ બાંભણીયાનું મોત થયું છે. જ્યારે અન્ય આઠ ક્રૂ મેમ્બરનો સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચાવ કર્યો હતો.

આ વહાણનો કાટમાળ અને તેમાં રહેલા વાહનો મીરબાટ બંદર સુધી તણાઇને આવ્યા હતા. આ વહાણ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલાલ ગગનભાઇ શિયાળની માલિકીનું હોવાનું જાણવા મળે છે.