Abtak Media Google News

પોરબંદરની ચોપાટી નજીકથી વીસેક દિવસ પહેલા દુર્લભ ગણાતું માસ્કડ બુબી પક્ષી બિમાર હાલતમાં મળી આવ્યું હતું, જેની વન વિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાના યુવાનોએ વીસ દિવસની સારવાર કર્યા બાદ ફરી આ પક્ષીને દરિયાકાંઠે મુક્ત કયુઁ હતું.  પોરબંદરના કનકાઈ મંદિર નજીક ચોપાટીના દરિયા કિનારે વીસેક દિવસ પહેલા પક્ષીપ્રેમી યુવાનોને  માસ્કડ બુબી નામનું પક્ષી બીમાર હાલતમાં મળી આવતા આ પક્ષીને પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યું હતું.

આ પક્ષી પેલીજીક પક્ષી છે અને જે મધ દરિયાનું પક્ષી છે. જે મુખ્યત્વે આંદામાન નિકોબાર ટાપુ પર જોવા મળે છે. શેશેલ્સના ટાપુઓ પર આ પક્ષી માળાઓ બનાવે છે. આ પક્ષી ભારત દેશમાં માઈગ્રેટ કરીને આવતું નથી. આ અતિ દુર્લભ પક્ષી આપણે ત્યાં જવûે જ જોવા મળતું હોવાથી પક્ષી વિદ્દો રોમાંચીત થઈ ગયા હતા. આ પક્ષીની ખાસિયત એ છે કે તે મધદરિયે 100 ફૂટ ઊંચાઈથી દરિયામાં ડાઈવ કરીને માછલી પકડે છે.

આ પક્ષી મધ દરિયેથી તાઉતે વાવાઝોડાના સમયમાં વાતાવરણમાં થયેલા પલટાના કારણે પોરબંદરના દરિયા કાંઠે આવ્યું હતું. આ પક્ષીને પૂરતો ખોરાક ન મળતા અશિક્તતના કારણે બીમાર પડ્યું હતું. જેથી અભ્યારણ્યના પક્ષીપ્રેમી યુવાનો દ્વારા વીસ દિવસ સુધી આ પક્ષીની દેખરેખ અને સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ આ પક્ષી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને આજે  દરિયાકાંઠે  મુક્તત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.