પોનોગ્રાફી રેકેટ: શિલ્પા શેટ્ટીના પતિને લોકઅપના સળિયા ગણવા પડશે

માયાવી નગરી મુંબઈમાં જઈ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપના પુરા કરવા માટે યુવાવર્ગને ખાસ કરીને છોકરીઓમાં સતત ઝંખના રહેતી હોય છે. પરંતુ લાખે એક સપના જોનારી છોકરીને હિરોઈન બનવામાં સફળતા મળે છે.

બોલિવૂડમાં કલાકાર બનવા માટે સંઘર્ષમાં છોકરા અને છોકરીઓને અનેક જોખમો ઉઠાવવા પડે છે જેમાં જુ જને સફળતા મળે છે, બોલિવૂડમાં સફળ થવા માટે સંઘર્ષ અને ભોગ દેવાની તૈયારી સાથે આવતા નવો દિત ઘણી મુશ્કેલીઓમાં મુકાઇ જાય છે, ખાસ કરીને નવોદિત અભિનેત્રી પર જાતીય શોષણનું સૌથી વધુ જોખમ રહે છે.

તાજેતરમાં બોલિવૂડમાં સફળતા માટે સંઘર્ષ કરતી મોડેલિંગહિરોઈનોને પોનોગ્રાફી માંખેચી જવાના એક રેકેટનો પર્દાફાસ થયો અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર ભોગ બનનાર મહિલાએ ફરિયાદ કરતા બોલિવૂડમાં સોપો પડી ગયો છે. રાજ કુંદ્રા પર આઇટી એક્ટ અને જાહેરમાં ઔચિત્ય ભંગ છેતરપિંડી સબ ગુનો નોંધાયો છે રાજ કુન્દ્રાએ ફિલ્મ મોડેલિંગઅભિનેત્રીને પોર્ન ફિલ્મ માટે વિવશ કરી પોર્ન ફિલ્મ બનાવી મોબાઈલ એપ પર પ્રસારિત કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

પૂનમ પાંડે નામની મહિલાએ રાજ કુંદ્રા અને તેના સાથીદારો સામે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે મોડેલ અભિનેત્રી રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા જોકે રાજ કુંદ્રા અને તેના સાથીદારો એ આ આક્ષેપોને ફગાવીને જણાવ્યું હતું કે એમને હજુ સુધી કોઈ નોટીસ મળી નથી જોકે ક્રાઈમ બ્રાન્ચે આ અંગેની તપાસ હાથ ધરી છે અને ધરપકડની તજવીજ માટે નોટિસ ઇસ્યુ કરી છે અભિનેત્રીના પત્નીને આ ફરિયાદ બદલ જેલના સળિયા ગણવાની નોબત આવશે