રિસાયકલ થયેલું પાણી ખરીદીને રેલવે વર્ષે ૪૦૦ કરોડની બચત કરશે

railway | water
railway | water

ખાનગી કંપનીઓ પાસેથી રિ સાયકલ થયેલું પાણી ખરીદીને તેનો વપરાશ કરાશે

રીસાયકલ થયેલ પાણી ખરીદીને રેલવે વર્ષે ૪૦૦ કરોડની બચત કરશે. રી સાયકલ થયેલુ પાણી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે. તેમ ભારતીય રેલવેના સુત્રોએ જણાવ્યું હતું.

ઇન્ડીયન રેલવે વોટર પોલીસી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઇન્ડીયન રેલવેના તમામ ઝોન માટે કરવામાં આવ્યો છે. ખાસ કરીને રેલવેના તમામ ઝોનની કોલોની, હોસ્પીટલ, ફેકટરી, વર્કશોપ અને ટ્રેનિંગ સેન્ટરમાં રીસાયકલ પાણીનો ઉપયોગ કરવામાં આવશે.

રેલવે જે રીસાયકલ પાણી ખરીદશે તેમાં વાર્ષિક બચત ‚પિયા ૪૦૦ કરોડ થશે. આ અંગે વ્યવસ્થિત પોલીસી અને ફ્રેમ વર્ક ઘડી કાઢવામાં આવ્યું છે. તેમ રેલવે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ખાનગી કંપનીઓ પાસેથી રેલવે રીસાયકલ પાણી ખરીદશે. જેમાં ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ અને વરસાદી પાણી સામેલ હશે.ઉલ્લેખનીય છે કે વિશ્ર્વભરમાં જળસ્ત્રોત ઘટી રહ્યા છે ત્યારે યુનાઇટેડ નેશને અપીલ કરી હતી કે વોટર ક્ધસમ્પશન ઘટાડો ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકા વોટર ક્ધસમ્પશન ઘટાડવાનું આહવાન કર્યુ છે. તે મુજબ ઇન્ડીયન રેલવેએ પોલીસી અને ફ્રેમ વર્ક ઘડી કાઢ્યુ છે. તેના અંતર્ગત રીસાયકલ થયેલ પાણી ખરીદીને રેલવે વર્ષે ૪૦૦ કરોડની બચત કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ તે વિશ્ર્વની સૌથી મોટી રેલવે લાઇન છે.