કોરી પાટી સમાન બાળકમાં હકારાત્મક બીજ શાળામાં રોપાઇ છે: વનિતાબેન રાઠોડ

કવોલિફાઇડ શિક્ષકો અને મફત શિક્ષણ મળતુ હોય જેથી સરકારી શાળાઓ જ બેસ્ટ

બાળક પર શાળાની આસપાસનું વાતાવરણ અને પર્યાવરણ ખુબ મહત્વ ધરાવે છે: વિઘાર્થીને વૃક્ષારોપણ સાથે ઓકિસજનની મહત્તા વિશે માહિતગાર કરવું અતિ જરૂરી

આજે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષય અધરા લાગવાનું કારણ વિદ્યાર્થીઓની પ્રેકટીસ અને મહેનત ખુટે છે

 

 

અબતક, રાજકોટ

‘અબતક’ નો લોક પ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ મા વિનુબાભાવે પ્રાથમિક શાળા 93ના આચાર્ય વનિતાબેન રાઠોડ કે જેઓ એક લેખીકા પણ છે તેમને રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો એવોર્ડ મળેલો છે. તેવા પ્રઘ્યાપક દ્વારા સરકારી શાળા અને ખાનગી શાળા વચ્ચેની શિક્ષણ નીતી અને અત્યારેના સમય પ્રમાણે બાળકના વલણમાં શિક્ષક શું ભૂમિકા ભજવે છે વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. બાળકને અભ્યાસની સાથે સાથે શાળાનું આસપાસનું વાતાવરણ અને પર્યાવરણનું શું મહત્વ છે તે સમજાવવું જોઇએ. એટલે કે કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નથી હોતાં.

પ્રશ્ર્ન:- શિક્ષણ ક્ષેત્ર કેવા બદલાવ કર્યા જેથી સમાજનું તેમજ શિક્ષણ વિભાગનું ઘ્યાન આપના તરફ કેન્દ્રીત થયું?

જવાબ:- 2012માં ભૌતિક સુવિધા અપૂરતી હતી તેમની પૂરતી કરી બાળકો માટે મોટિવેશન સ્પીચના કાર્ય કર્યા જેથી બાળકોના વલણ ચેન્જ થાય ડેકોરેટીવ સ્કુલ બાળકોની મદદથી બનાવી શાળાના વૃક્ષારોપણ શરુ કરી બાળકોના આરોગ્ય પ્રત્યે ઘ્યાન આપ્યું એનસીઆરટીમાં શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો શાળાના બાળકોને રમતગમત સ્પર્ધામાં તૈયાર કર્યા બાળકોની સંખ્યામાં વધારો કર્યો. 300 બાળકોમાંથી 850 બાળકો સુધી સ્કુલમાં વધારો કર્યો છે.

પ્રશ્ર્ન:- શિક્ષક અને બાળકના વલણની કેવી ભૂમિકા હોય?

જવાબ:- ભાવિ નાગરીકનું ઘડતર શાળામાં થાય છે બાળક જયારે શાળાએ આવે ત્યારે શિક્ષકના આચરણ, વ્યવહાર, બધાની અસર બાળક પર પડે છે. બાળક કોરરો પાટી સમાન હોય છે. શિક્ષક જે વલણ રાખે તે તેનામાં ચિત્રી શકે છે. બાળકમાં હકારાત્મક બીજ શાળામાઁ રોપાય છે.

પ્રશ્ર્ન:- સરકારી સ્કુલ અને ખાનગી શાળામાં ઘણી બધી અલગ અલગ પઘ્ધતિ હોય છે તો આ બન્ને વચ્ચેની ભેદ રેખા શું છે?

જવાબ:- સરકારી સ્કુલ પાસે કોલીફાઇડ શિક્ષક છે. સરકારી સ્કુલમાં શિક્ષકો સામે જે કંઇ શરત હોય તે પ્રમાણે જે શિક્ષણ કાર્ય ચલાવતા હોય છે. સરકારી શાળાએ બેસ્ટ છે અને અહીં મફત શિક્ષણ છે.

પ્રશ્ર્ન:- બાળક પર શાળાના આસપાસનું વાતાવરણ અને પર્યાવરણનું મહત્વ કેટલું?

જવાબ:- ખુબ જ મહત્વ ધરાવે છે. બાળકને વૃક્ષારોપણ કરીને ઓકિસજન વિષે માહિતીગાર કરવા જોઇએ.

પ્રશ્ર્ન:- શિક્ષક નો સાચો ધર્મ શું હોય શકે?

જવાબ:- શિક્ષકનું જીવન બાળ કેન્દ્રીય હોય, શિક્ષકને બાળકને શિખતો કરવાનો છે. બાળકને યોગ્ય માર્ગમાં દોરતો કરવો એ ધર્મ શિક્ષકનો છે.

પ્રશ્ર્ન:- ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિઘાર્થીને અધુરુ લાગે છે? તો બાળક નબળો પડયો કે શિક્ષણ ? આમ કયા કયા પરિબળો કામ કરે છે?

જવાબ:- બધા વિષય એકબીજાના અનુબંધ છે. અત્યારે અલગ અલગ માઘ્યમ દ્વારા બાળકો ને સમજાવવા જોઇએ. ખાસ કરીને વિઘાર્થીનીસ પ્રેકટીસ અને મહેનત ખુટે છે. માત્ર મહાવરો ઓછો છે એટલે અમુક વિષયો અધરાં લાગે છે.

પ્રશ્ર્ન:- પહેલા શિક્ષણ અને અત્યારના શિક્ષણમાં બદલવા આવ્યો છે પરંતુ હજુ વાલીને અસંતોષ છે? કઇ કઇ શિષ્યવૃતિ પરિક્ષાઓ હોય છે?

જવાબ:- સરકારી શાળામાં એમ.એમ.એસ. પરીક્ષા આપે અને મેરીટમાં આવે તો વર્ષના 12 હજાર મળે છે. મોડેલ સ્કુલની પરીક્ષા લેવાઇ તે પરીક્ષા પાસ થાય તો સંપૂર્ણ રેસીડેન્સી સ્કુલ ફ્રિ મળે છે. પુજિત રૂપાણી  પરીક્ષા લેવાઇ છે. તે પરીક્ષા પાસ થઇ જાય ત્યારે તેમનો અભ્યાસ કારકીર્દીનો તમામ  ખર્ચ પુજીત રૂપાણી ટ્રસ્ટ ઉપાડે છે. બધી પરીક્ષાની સરકારી શાળામાં તૈયારી કરાવવાની સાથે પુસ્તક પણ આપીએ છીએ.

પ્રશ્ર્ન:- પ્રારંભીક બાળ શિક્ષા વિશે માહીતી આપો?

જવાબ:- નવી શિક્ષણ નીતીમાં શિક્ષણ માટે જેણે પ્રિ પ્રાયમરી ટીચીંગ કરેલું હશે તેની ભરતી કરશે. પ્રિપ્રાઇમરી તમામ પ્રકારની જેવી કે સુઁદર અક્ષર, યોગ, સાથે સાથે અભ્યાક્રમ એવી રીતે બાળકને તૈયાર કરવામાં આવશે કે બાળકના અભ્યાસક્રમમાં પહેલા પાંચ વર્ષ માત્રને માત્ર માતૃભાષામાં શિક્ષણ અપાશે જેથી તેમનો પાયો મજબુત બને.