Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 3

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૦૦૬.૬૯ સામે ૪૬૦૭૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૫૮૯૯.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૪.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૭.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૪૪૪.૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૪૮૭.૫૦ સામે ૧૩૪૭૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૪૪૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૧.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૬૧૯.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સોમવારના કડાકા પછી સતત સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે તેજી તરફી ચાલ જોવા મળી હતી. યુકે સહિત યુરોપમાં કોરોનાના નવા સ્ટ્રેઈનમાં પણ કોરોનાની રસી અસરકારક નીવડશે તેવા અહેવાલોને પગલે બજારને રાહત થઈ હતી. બીજી તરફ અમેરિકામાં પણ અંદાજીત ૯૦૦ અબજ ડોલરના સ્ટીમ્યુલસને હાઉસ ઓફ રેપ્રઝેન્ટેટિવની મંજૂરી મળી જતા પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં લેવાલી સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી.

નવા સ્વરૂપમાં જોવા મળેલા આ બીમારી વધુ જીવલેણ હોવાના અહેવાલ વહેતા થતા સોમવારે બજારમાં મોટું કરેક્શન જોવાયા બાદ યુરોપમાં જર્મનીની ફાર્મા કંપની બાયોએનટેકે દ્વારા બ્રિટનમાં નવા સ્વરૂપમાં જોવા મળેલા કોરોનામાં પણ તેની રસી કારગત નિવડશે તેવી કંપનીની જાહેરાત બાદ યુરોપના બજારોમાં રિકવરી આવી હતી જેની વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્યારે બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૧ અને વધનારની સંખ્યા ૨૨૮૭ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અગાઉ જણાવ્યાં મુજબ માર્કેટ ઓવરબોટ ઝોનમાં હતું તેથી સોમવારે દર્શાવેલ કરેક્શન અનિવાર્ય હતું. અમેરિકાની સંસદે કોરોના મહામારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા કરોડો અમેરિકનો અને બિઝનેસને સહાય આપવા માટે અંદાજીત ૯૦૦ અબજ ડોલરના મહાકાય કોરોના સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરતાં ગત સપ્તાહે ૨.૫ વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઇન્ડેક્સ સોમવારે ભારતીય શેરબજારમાં એફ્આઈઆઈની વેચવાલીનું કારણ બન્યો હતો મારા મતે જો ડોલર ઇન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આગામી દિવસોમાં આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવા મળશે. ફોરેન ફંડોએ એક તરફ શેરોમાં અવિરત રોજબરોજ મોટી ખરીદી કરી રહ્યા છે જ્યારે સ્થાનિક ફંડોનું એકતરફી વેચવાલી નોંધાવી રહ્યા છે, આ દરમિયાન હવે આગામી દિવસોમાં ૨૫,ડિસેમ્બર ૨૦૨૦ના શુક્રવારે ક્રિસમસ નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર છે જેથી આ ટૂંકા ટ્રેડિંગ સપ્તાહમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના સતત થઈ રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના મામલે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૪.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

Nifty Fo 2 Scaled

તા.૨૩.૧૨.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૬૧૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૩૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૫૭૫ પોઈન્ટ થી ૧૩૫૩૩ પોઈન્ટ, ૧૩૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

Bank Nifty Fo 2 Scaled

તા.૨૩.૧૨.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૯૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૨૯૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૦૮૮ પોઈન્ટ થી ૩૦૧૦૮ પોઈન્ટ, ૩૦૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૫૯૭ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૯ થી રૂ.૯૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૬૩ ) :- રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૭૪ થી રૂ.૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૯૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ થી રૂ.૮૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૧૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક બેન્ક ( ૧૯૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૩ થી રૂ.૧૮૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૯૬ ) :- રૂ.૧૫૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૨૬૮ ) : કમર્શિયલ વિહિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૮૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૪૭૧ ) :- રૂ.૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૫૭ થી રૂ.૪૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.