Abtak Media Google News

અંતે સરકારે  ખુલ જા સીમ સીમ  કહીને દેશમાં કામધંધા શરૂ કરવાના આદેશ આપી દીધા છે. જો ધ્યાન નહી રાખો તો આરોગ્યનું જોખમ તો માથે છે જે પરંતુ જો કામધંધા ચાલુ નહી થાય તો ભુખમરો નિશ્ચિત છે. દેશની ઇકોનોમી આશરે અઢી મહિના સુધી PAUSE મોડ ઉપર રહી હોવાથી નાજુક છે. જેને ફરી પાટે ચડાવવા માટે દેશનાં દરેક નાગરિકે પ્રયાસ કરવાના રહેશે. દેશને આત્મનિર્ભર કરવાની પહેલ ભલે વડાપ્રધાને આપી પણ તેમાં યોગદાન દેશવાસીઓએ આપવાનું રહેશે. આજે દેશમાં ક્યા પ્રદેશો સૌથી અસરગ્રસ્ત છે અને આ વિસ્તારોને બાદ કરતા કેટલું ભારત ખુલ્લું છે જાણવું જરૂરી છે, એજ રીતે આપણે કેવૂં યોગદાન આપી શકીએ તે પણ જાણવું જરૂરી છે. ખાસ કરીને કૄષિ સેક્ટર શા માટે આજની ઘડીએ આપણને ફાયદાકારક નીવડી શકે તે પણ જાણવું જરૂરી છે. આજે એવું કહી શકાય કે મહારાષ્ટ, ગુજરાત, દિલ્હી તથા તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં આશરે ૨૦૦૦૦ થી વધારે કેસ થયા છે. સરકારે તૈયાર કરેલી યાદી પ્રમાણે ગુજરાતમાં ગત સપ્તાહે આશરે ૧૩ લાખ લોકોને ક્ધટેન્મેન્ટ ઝોનમાં બંધ કરાયા હતા જે હવે ઘટીને માંડ ૭૦,૦૦૦ લોકો સુધી મર્યાદિત રહેશે. આજ રીતે મુંબઇમાં અગાઉ ૭૦૬ કન્ટેનમેન્ટ ઝોન હતા જે વધીને ૭૬૩ થયા છે. જોકે મુંબઇમાં હજુ લોકલ ટ્રેન તથા મેટ્રો સેવા બંધ હોવાથી શહેર આંશિક બંધ પાળશે.

એક સમસ્યા સાથે આવી છે આત્મનિર્ભર થવાની અનેક તકો:

કોવિડ-૧૯ ની એક સમસ્યાથી ભારત સહિત આખું વિશ્વ પરેશાન છે પરંતુ આ મહામારી આપણા દેશ માટે વિકાસની નવી અનેક તકો લઇને આવી છે. જેને ઝડપી લેવાની જવાબદારી અમદાવાદ, દિલ્હી,ચેન્નઇ કે મુંબઇ જેવા દેશની ઇકોનોમીનાં હબ ગણાતા શહેરો કદાચ હાલમાં ઉઠાવી શકે તેમ નથી. આવા સંજોગોમાં દેશની ઇકોનોમીને ટેકો આપવાની જવાબદારી દેશના અન્ય શહેરોની બની રહે છે. આમ તો ૨૦ મી એપ્રિલ, ૩ જી મે અને ૧૮ મી મે એમ ત્રણ તબક્કામાં દેશનાં ઘણા વિસ્તારો ખુલવા માંડ્યા છે. જેની થોડી પોઝીટિવ અસર પણ દેખાઇ છે.

અમેરિકન ઇક્વીટી બ્રોકરેજ કંપનીનાં નિષ્ણાત ક્રીસ વુડે ગત સપ્તાહે કહું છે કે ભારત ખુલવાની હકારાત્મક અસરો દેખાઇ રહી છે. જે ભારતનાં વિકાસમાં એકાદ ટકાના સુધારાનાં સંકેત આપે છે. આંકડા જોઇએ તો બે મહિનાથી દેશમાં કામધંધા બંધ રહ્યા ઐમાં ભારતની આયાતમાં ૫૮ ટકા જેટલો ઘટાડો થયો છે. પરિણામે ભારતનું ફોરેક્ષ રિઝર્વ અત્યાર સુધીની ઐતિહાસિક સપાટીઐ એટલે કે ૪૯૩.૪૮ અબજ અમેરિકન ડોલરે પહોંચ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે આવકનાં સાધનો ઓછા હોય ત્યારે ખર્ચમાં ઘટાડો કમાઉ દિકરો સાબિત થતો હોય છે. ભારતની બાબતમાં પણ કદાચ આવું જ સાબિત થઇ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીઐ તો ભારત હવે આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ક્રુડતેલ અને ગોલ્ડના વપરાશ અંગેની વ્યુહરચના:

ક્રુડતેલની મંદી અને વિદેશી આઇટેમોની ખરીદીમાં ઘટાડો થવાના કારણે આપણી પાસેના વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે. આપણી ફોરેન કરન્સી એસેટ ડોલર ઉપરાંત, યુરો, પાઉન્ડ, તથા યેન જેવા ચલણોના આધારે  પણ નક્કી થતી હોય છૈ. સામાપક્ષે આપણી ગોલ્ડ રિઝર્વ પાછલા સપ્તાહની સરખામણીઐ આશરે ૯.૭ કરોડ ડોલર જેટલી ઘટીને ૩૨.૬૮૨ ડોલરે પહોંચી છે. ઈંખઋ માં પણ ભારતની રિઝર્વ ૩.૧ કરોડ ડોલર વધીને ૪.૧૬ અબજ ડોલરે પહોંચી છે. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માં ભારતની કુલ ઓઇલ ઇમ્પોર્ટ  ચાર ટકા જેટલી વધીને ૨૫૯૭.૪ લાખ ટન માંથી ૨૭૦૨.૮ લાખ ટને પહોંચી છે. આમછતાં ૨૦૨૦ ની સાલમાં વૈશ્વિક ક્રુડતેલનાં ભાવમાં ૭૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી ૨૦૧૯-૨૦નાં ભારત ક્રુડતેલનાં ઇમ્પોર્ટ બિલમાં ૬.૪૬ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ નું ઇમ્પોર્ટ બિલ ૧૨૦ અબજ ડોલર થયું છે જે વર્ષ ૨૦૧૮-૧૯ માં ઓછી ખરીદી છતાં પણ ૧૨૮.૩ અબજ ડોલર હતું.  હવે જો આપણે થોડા સમય માટે પોતાના વાહનોનો વપરાશ ઓછો કરીને પબ્લિક ટ્રન્સપોર્ટ, શેર કેબ વાપરવાનું શરૂ કરીએ તો આપણું ક્રુડ ઇમ્પોર્ટ બિલ કાબુમાં રાખી શકાય. આજ રીતે વિદેશી માલનો મોહ છોડીઐ તો પણ દેશને ફાયદો થાય. સરકાર પણ વિદેશી બ્રાન્ડની જાહેરાતો કે પ્રમોશન ઉપર ટેક્ષ લગાવે તો સ્થાનિક કંપનીઓની કોસ્ટ સામે વિદેશી કંપનીઓની કોસ્ટ વધવાથી સ્થાનિક કંપનીઓને લાભ મળી શકે.

 રોકાણકારોની વ્યુહરચના અને કૄષિક્ષેત્રનું મહત્વ:

હાલની પરિસ્થિતી નાજુક છે, દેશને આજે નાણાની પ્રવાહિતાની જરૂર છે. તેથી દેશવાસીઓ જેટલું કમાય તેટલું ખરીદવાનું રાખે તો નાણા નીચલા વર્ગ સુધી પહોંચશે જે ઇકોનોમીનું ચક્ર ચાલતું રાખશે. આજની સ્થિતીમાં સૌને અસલામતીની ભાવના હોય તે સ્વાભાવિક છે. તેથી સૌ થોડી બચત કરવાની માનસિકતા ધરાવતા હોય એ પણ સમજી શકાય છે.

પરંતુ આજના સંજોગોમાં ગોલ્ડ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાને બદલે લોકોએ બેંક એફ.ડી કઢાવવી જોઇએ જેથી જરૂર પડ્યે તુરત જ નાણા લઇ પણ શકાય અને બેંકમાં જમા થયેલા નાણાનો ઉપયોગ બેંકો લોન આપવામાં કરે એટલે દેશમાં નાણાની પ્રવાહિતા જળવાઇ રહે.

આજની પરિસ્થિતીમાં દેશનું માળખું મજબુત કરવામાં કૄષિક્ષેત્રનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે ભારતમાંથી થનારી નિકાસમાં કૄષિ જણસોનો મોટો ફાળો રહેવાનો છે જેના વિના વૈશ્વિક બજારને ચાલવાનું નથી. વળી દેશનાં ૧૩ મોટા શહેરો આજે દેશની ઇકોનોમીને ટેકો આપવાની જવાબદારી નિભાવી શકે તેમ નથી ત્યારે ગ્રામ્યવિસ્તારો ઉપર વિશેષ જવાબદારી આવશે. જે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર અને પ્રોડક્ટીવીટી વધારવામાં મદદરૂપ થશે.

નિકાસ ક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારોનો મહત્વનો ફાળો

દેશના મુખ્ય ૧૩ શહેરો હાલમાં ઇકોનોમીમાં ફાળો આપી શકે તેમ નથી એવું માનીએ. તો આપણે એ તૈયારી સાથે જ આગળ વધવાનુ રહેશે કે સર્વિસ સેક્ટરી થનારી વિદેશી આવક અર્થાત નિકાસને અસર પડવાની છે. આજ રીતે એન્ટરટેન્મેન્ટ સેક્ટરથી થનારી વિદેશી આવકને પણ અસર થવાની છે. પરંતુ કૄષિક્ષેત્ર, એગ્રિ પ્રોસેસીંગ તથા અમુક ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી એવી છે જેની વિદેશમાં માગ રહેવાની જ છે. આવા સેક્ટર ઉપર સરકાર અને ઉદ્યોગપતિઓ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દેશની નિકાસ વધારવામાં યોગદાન આપી શકે છે. હાલમાં જ સરકારે એક્સપોર્ટ લક્ષી યુનિટો માટે ૫૦ કરોડ રૂપિયા સુધીના મુડીરોકાણને MSME સેક્ટરમાં સમાવવાની જાહેરાત કરી છે. સરકારના આ લાભોનો ફાયદો લઇને દેશના પાંચ થી ૨૦ લાખની વસ્તીવાળા અથવા તો આવા મોટા શહેરથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપિત કરીને પણ દેશની નિકાસમાં વધારો કરી શકાય છે. યાદ રહે કે દવા તથા ખાવાપીવા માટે માનવજાતને કિંમત સમાધાન કરવું જ પડશે. તેથી જો આ સેક્ટર ઉપર ભારતનો કબ્જો રહેશે તો દેશની નિકાસ વધારવામાં સરળતા રહેશે.  અગાઉ પણ લખાઇ ચુક્યું છે કે ચીનમાંથી ઘણી વિદેશી કંપનીઓ પલાયન કરી રહી છે. આવી કંપનીઓને કૄષિ રો-મટિરીયલ અને સસ્તી લેબર મળી રહે તો તે તુરત જ ભારતમાં આવવા તૈયાર થશે. ભારતે અપ્રિલ-૨૦ માં ૨૭.૯૬ અબજ ડોલરની નિકાસ કરી છે.

જે એપ્રિલ-૧૯ ની સરખામણીઐ આશરે ૩૬.૬૫ ટકા ઓછી છે. યાદ રહે કે ભારત માટે અમેરિકા એક્સપોર્ટ માટેનું સૌથી મોટું માર્કેટ રહ્યું છે. ભારત વર્ષે દહાડે આશરે ૫૦ અબજ ડોલરની નિકાસ અમેરિકામા કરે છે. જેમાંથી ૨૨ ટકા જેટલી નિકાસ માત્ર આવશ્યક ગુડસની હોય છે. તેના ઉપર વિશેષ ધ્યાન આપી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.