Abtak Media Google News

રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા જો

 

 2021 પહેલાની ખરીદીના માલના નિકાલ માટે વેંચાણ વખતે ફોજદારી કે અન્ય કોઈ કાર્યવાહી ન થાય તેવી વેપારીઓની માગ

 

અબતક, રાજકોટ

જીવવું હોય તો રામની જરૂર પડે તે પરથી કહી શકાય રાખનું રમકડું પણ રામ સાચવવી લેતા હોય છે. આજે રમકડાના વ્યવસાયમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જો રમકડાના વ્યવસાયને ટકાવવા માંગતા હોય તો તેને પ્રોત્સાહનની જરૂર છે સાથોસાથ તેના સ્ટોકનો નિકાલ થાય તે માટેની પણ સરકાર પાસેથી વેપારીઓને સહયોગની જરૂર છે. એક તરફ સરકાર રમકડાના વ્યવસાયને આગળ વધારવા પ્રોત્સાહન આપી રહી હોય ત્યારે આવી સ્થિતિમાં જો સહયોગ ન મળે તો છેલ્લે મારો તો વેપારીઓનો જ થશે. જો વેપારીઓ નહીં હોય તો રમકડા નો વ્યવસાય ચલાવશે કોણ એ પણ મોટો પ્રશ્ન છે.

ટરરર…. ઢમ ઢમ કરો રમકડાં કુચ કદમ

સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રમકડાંના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર બીએસઆઈ એક્ટ અંતર્ગત બીએસઆઈ માર્ક વગરના જો રમકડાં વેચવામાં આવશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો નિયમ લાગુ કર્યો છે.જેને દેશ અને રાજ્યમાં ઘણા વેપારીઓ પર સરકાર દ્વારા રેડ પાડવામાં આવી છે.જેમાં સરકાર દ્વારા બે વર્ષની સજા અને બે લાખ રૂપિયા દંડની જોગવાઈનું નક્કી કરાયું છે.

બીઆઇએસ નિયમને આવકારતા વેપારીઓ કાયદાથી અજાણ

જેન પગલે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે.રાજકોટ શહેરના 400 તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના 5000 જેટલા વેપારીઓ પાસે 70 ટકા જેટલો આયાતી અને મેડ ઈન ઈન્ડિયાનો બીઆઈએસ માર્ક વગરનો માલ હાજર સ્ટોકમાં છે.રાજકોટ ટોયઝ એન્ડ ઇન્ફન્ટ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા કલેકટરમાં રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓ સરકાર પાસે હાલ તેમની પાસે જે બીઆઈએસ માર્ક વગરનો માલ છે. તેનો નિકાલ કરવા માટેનું માર્ગદર્શન પણ માંગી રહ્યા છે. સાથોસાથ તેઓની રજુઆત માં તેમને સરકાર પાસે વર્ષ 2021 પહેલાંની ખરીદીનો બીઆઇએસ માર્ક વગરનો માલ છે. તેનો નિકાલ કરવાદે તે માટેની અમુક સમયમર્યાદાની છૂટ માંગી છે. તેમજ આ માલનો નિકાલ થાય ત્યાં સુધી તેમના પર કોઈપણ જાતની ફોજદારી કે અન્ય કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરી છે.સરકારના નિયમને તેઓએ આવકાર્યો છે. પરંતુ જ્યાં સુધી તેઓ જુના માલ નો નિકાલ નહીં કરે ત્યાં સુધી તેઓ નવા માલની કઈ રીતે ખરીદી કરી શકશે.મેન્યુફેક્ચરિંગ કરતા ઉત્પાદકો જેમની પાસે બીઆઇએસ માર્કનું લાઇસન્સ હશે તેમની પાસે થીજ ખરીદી કરશે તેની તૈયારીઓ પણ વેપારીઓએ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ બીઆઈએસ માર્કને લઈ સરકાર પાસેથી આનું નિરાકરણ શું હોવું જોઈએ તેનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

બીઆઇએસ માર્ક વગરના રમકડાંનો નિકાલ કરવા સરકાર અમુક સમયમર્યાદા સુધીની છૂટ આપે : રઘુવીરભાઈ જોબનપુત્રા (પ્રેસિડેન્ટ, રાજકોટ)

રઘુવીરભાઈ જોબનપુત્રા ટોયઝ એન્ડ ઈંફ્રન્ટ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટએ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે રમકડાંના ઉત્પાદકોએ બીએસઆઈનું લાયસન્સ લેવું જરૂરી છે.વેપારીઓમાં હાલ ડરનો માહોલ સર્જાયો છે નાના અને મોટા વેપારીઓની દુકાનો પર સરકાર દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. તેનું કારણ માત્ર એટલું છે વેપારીઓ પાસે બીઆઈએસ કે આઈએસઆઈ માર્ક વગર ના રમકડા નો જથ્થો વેચાણમાં છે. પરંતુ સરકાર દ્વારા જ્યારે આ નિયમ લાગુ કરવામાં આવ્યું તે પહેલાનો વેપારીઓ પાસે ઓછામાં ઓછો 70 ટકા નો જથ્થો બીઆઈએસ કે આઈઈસાઈ માર્ક વગરનો હશે. હાલ આ વેચાણના બદલે સરકાર દ્વારા સજાના ભાગરૂપે વેપારીઓને બે વર્ષની જેલ અથવા બે લાખ રૂપિયા નો દંડ કરવામાં આવે છે જેને કારણે વેપારી માં ઉભો થયો છે. રાજકોટ શહેરમાં 300 વેપારી અને જિલ્લામાં 1000 થી 1200 જેટલા વેપારી રમકડાના વ્યવસાય સાથે સનકળાયેલા હશે. કરોડો રૂપિયાનો માલ સમગ્ર ભારતમાં બીઆઇએસ માર્ક વગરનો હશે. રાજકોટ શહેર અને જિલ્લામાં વેપારીઓ પાસે આયાતી અને મેડ ઇન ઇન્ડિયા બંનેનો 70 ટકા માલનો જથ્થો દરેક વેપારી પાસે હશે. અમારી સરકારને એકજ રજૂઆત છે

બે વર્ષથી રમકડાના જૂના માલનો નિકાલ કરવો અશક્ય બન્યો છે : પંકજભાઈ કાનાબાર

(બંસી ટોયઝ,વેપારી)

બંસી ટોયઝના વેપારી પંકજભાઈ કાનાબારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રમકડાના વ્યવસાય સાથે અમે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છીએ. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ને કારણે લોક મેળા સદંતર બંધ છે. ત્યારે બે વર્ષથી રમકડા નો જૂનો માલ નો નિકલા કરવો અશક્ય છે રાજ્ય સરકાર થોડોક સમય આપે નાના વેપારીઓને તેવી અમારી માંગ છે રમકડાના ઉત્પાદન કરતા ઉત્પાદકો જ્યારે આઇએસઆઇ માર્કા લઈને પ્રોડકશન કરશે ત્યારે જ અમે તેની પાસેથી નવો માલ ખરીદી શકીશું. હાલ માર્કેટમાં નાના-મોટા બધા જ વેપારીઓ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. રમકડાના વ્યવસાયમાં રમકડા પાંચ વર્ષ પણ પડ્યા રહેતા હોય છે. ત્યારે તાત્કાલિક જુના માલ નો નિકાલ કઈ રીતે કરવો તે માટે સરકારે અમને સમય આપે તે અત્યંત જરૂરી છે. હાલ ઓનલાઈન સામુ પણ અમારી હરિફાઈ છે. અને તેના કારણે 50 થી 60 ટકા નો માલ પડતર પડ્યો છે.

ઓછા ભાવે રમકડાં વહેંચી માલનો નિકાલ કરીશુ :કશ્યપભાઈ ખેતાણી (વેપારી)

બચ્ચા પાર્ટી ટોયસના વેપારી કશ્યપભાઈ ખેતાણીએ અબતક સાથેની વાતચિતમાં જાણવ્યું હતું કે સરકાર દ્વારા બી.આઈ.એસ એકટ 2018 થી લાગુ કરવામાં આવ્યો છે.આ સમય પ્રમાણે રમકડાના મેન્યુફેક્ચરિંગ વાળા બી.એસ.આઈના સર્ટિફિકેટ લીધા નથી. ભારતમાં 5 થી 6 હજાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. તેમાંથી માત્ર 500 થી 600 ઉત્પાદકોએ બી.આઈ.એસ સર્ટિફિકેટ લીધા હશે.

સરકાર થોડોક સમય અમને હજુ આપે જેથી અમો પડતર માલ નો નિકાલ કરી શકીએ. અમે ગેરકાયદેસર માલની ખરીદી કરતા નથી બધો જ માલ બિલ થકી લેવામાં આવે છે. બધા ટેકસ પણ અમારા થકી ભરવામાં આવે છે.અમો ઓછા ભાવમાં પણ માલ વેચીને નિકાલ કરીશું.

સ્કૂલ અને પ્લેહાઉસમાં અમારો માલ સપ્લાય થતું હોય છે :સિદ્ધાર્થભાઈ દોશી (વેપારી,જામનગર)

જામનગરના સિદ્ધાર્થભાઈ દોશી રવિ ટોયઝના વેપારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જામનગર શહેર અને જિલ્લામાં 70 જેટલા વેપારીઓ રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલા હશે. સરકાર દ્વારા જ્યારે બીઆઇએસ માર્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો. તેનાથી થોડા અમે અજાણ અને થોડાક જાણીતા હતા. સરકાર દ્વારા જ્યારે રેડ પાડવાની શરૂ કરવામાં આવી ત્યારે અમને સંપૂર્ણ બાબતનો ખ્યાલ આવ્યો અને અમે દુકાનમાં સ્ટોક જોવાનો શરૂ કર્યો ત્યારે ખરેખર આઇએસઆઇ માર્ક વગરના કેટલો આપણી પાસે હાજરમાં છે. મોટાભાગનો અમારો માલ સ્કૂલ અને પ્લે હાઉસમાં સપ્લાય થતો હોય છે ત્યારે આ કોરોના કાળ જેવી સ્થિતિમાં પણ વ્યાપાર-ધંધામાં હાલ મંદીનું મોજું ફરી વળ્યું છે તેમજ ઓનલાઇન સામે પણ અમારે હરીફાઈ રહેતી હોય છે. ત્યારે તમારી પાસે જે બીઆઇએસ માર્ક વગરનો માલ પડયો છે. તેનો નિકાલ કઈ રીતે કરવું તેનું પણ માર્ગદર્શન ગવર્મેન્ટ અમને આપે તેવી અમને આશા વ્યક્ત કરીએ છીએ.

એક વર્ષ પહેલા આઇએસઆઇ માર્કા વગરનું બિલિંગ અટકાવવું જરૂરી હતું : ધર્મેશભાઈ રૂઘાણી (વેપારી,પોરબંદર)

શિવ ટોયઝના પોરબંદરના વેપારી ધર્મેશભાઈ રૂઘાણી અબતક સાથેની વાતચીતમાં જાણવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષથી અમે રમકડાના વ્યવસાય સાથે સનકળાયેલા છીએ. પોરબંદર સીટી અને જિલ્લામાં 40 થી 50 જેટલા વેપારીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકાર દ્વારા બીઆઈએસનો નિયમ લાગુ કરવામાં આવ્યું ત્યારથી મોટી મુશ્કેલી અમારા વ્યવસાયમાં ઊભી થઈ છે.વધુ માં જણાવતા ધર્મેશભાઈ કહ્યું અમારી પાસે પોરબંદર જિલ્લામાં 40 થી 50 ટકા જેટલો આયાતી અને મેડ ઇન ઇન્ડિયાના રમકડાંના માલનો જથ્થા બીઆઈએસ માર્ક વગરનો હશે. વર્ષ દિવસ પહેલા જ આઇએસઆઇ માર્કા વગરના થતું અટકાવી દેવામાં આવ્યું હોત તો આજે અમારે ત્યાં આઇએસઆઇ માર્કા વગરમાં લિકવિડીટી ઊભી રહી ન હોત. ુ.

રિટેલ વેપારીઓ પર ઘોંસ બોલાવી વ્યાજબી નથી : દીપકભાઈ પોપટ (વેપારી,મોરબી)

મોરબીના દીપકભાઈ પોપટ રિધ્ધિ ટોયઝના વેપારીએ અબતક સાથેની વાતચીતમાં જાણવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રમાં એક પણ લોકમેળા થયા નથી ત્યારે માલ નો નિકાલ કરવો એ અશક્ય છે. તેમજ વર્ષ 2021 પહેલાનો અમારી પાસે બીઆઇએસ અને આઇએસઆઇ માર્કા વગરનો રમકડાના માલ નો જથ્થો પડયો છે પરંતુ વર્ષ 2021 બાદ બીઆઇએસ માર્ક વાળા માલની અમે ખરીદી કરી રહ્યા છીએ. રિટેલ વેપારીઓ પર ઘોંસ બોલાવી વ્યાજબી નથી.હાલ મોરબી સિટીમાં 50 જેટલા અને જિલ્લામાં 150 જેટલા વેપારીઓએ આ વ્યવસાયમાં જોડાયેલા હશે. સુવિચાર વેપારીઓ પાસે આયાતી અને મેડ ઇન ઇન્ડિયા બંનેનો થઈ 40 ટકા જેટલો માલ સ્ટોક માં પડ્યો હશે ત્યારે આ માલ નો નિકાલ કરવા માટે સરકારને રજુઆત પણ કરી છે

વેપારીઓને બીઆઈઆઈનું માર્ગદર્શન મળવું જરૂરી : રાકેશભાઈ જૈન (વેપારી,ગાંધીધામ)

ગાંધીધામના રાકેશભાઈ જેન આધુનિક ટોયઝના વેપારીએ અબતક સાથેની વાતચીતમાં જાણવ્યું હતું કે સરકાર દ્વારા બીઆઈએસ માર્કનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેને અમે આવકાર્યો છે. સરકાર દ્વારા નિયમ લાગુ કરવામાં આવ્યો તે પહેલા મેન્યુફેક્ચરિંગ કરતા ઉત્પાદકોને 1 વર્ષની સમય મર્યાદા નો વધારો કરી આપ્યો હતો.પરંતુ તે પહેલાં જ મેન્યુફેક્ચરિંગ કરતા ઉત્પાદકોએ તેમનો માલ બજારમાં ઠાલવી નાંખ્યો હતો. જેના પગલે હોલસેલર અને રિટેલરના વેપારીઓ પાસે આ માલનો સ્ટોક હાજરમાં હશે. ગાંધીધામમાં 45 જેટલા તેમજ સમગ્ર કચ્છમાં 250 જેટલા વેપારીઓ રમકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે સરકાર દ્વારા રેડ પાડવામાં આવી રહી છે તેનાથી તમામ વેપારીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે. ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામને અમે પત્ર લખ્યો છે.બીઆઇએસ વિશેનું માર્ગદર્શન અમને મળે તે અત્યંત જરૂરી છે. ગાંધીધામ શહેર અને કચ્છ જિલ્લામાં તમામ વેપારીઓ પાસે આયાતી અને મેડ ઇન ઇન્ડિયાનો બીઆઈએસ માર્ક વગરનો 50 ટકા જેટલો માલ હાજર સ્ટોકમાં હશે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.