Abtak Media Google News

રાજયમાં 52 ટકા વસતી ધરાવતા ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા અનામત આપવાની માંગણી

ગુજરાતમાં તાત્કાલીક અસરથી જ્ઞાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરવામાં આવે અને જયાં સુધી વસતી  ગણતરીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકુફ રાખવાની માંગણી ઉઠી છે. રાજયમાં  52 ટકા વસતી ધરાવતા ઓબીસી સમાજને સ્થાનિક  સ્વરાજયની ચૂંટણીમાં  27 ટકા અનામત રાખવાની માંગણી કરવામાં આવી છે.

ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી 27% રકમ ની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે અને આ બજેટની રકમ ઓબીસી સમાજ અને તેના વિસ્તારમાં જ વપરાય તે માટે  સબ પ્લાન કમિટીઓની રચના કરવામાં આવ તેવો ઠરાવ બિન રાજકિય અનામત બચાવો સમિતિની રચના કરવા ઠરાવવામાં આવ્યું હતુ.  ટુક સમયમાં ગુજરાતમાં ચાર ઝોન અને જીલા દીઠ અનામત બચાવો સમિતિ દ્વારા ચિંતન-સંકલ્પ બેઠકો કરવામાં આવશે

ધારાસભ્ય  અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને ઓબીસી અનામત બચાઓ ચિંતન સંકલ્પ  શિબિરનું ગાંધીનગર ખાતે ઓબીસી સમાજના ધારાસભ્યઓ  સામાજિક એમજ રાજકીય આગેવાનો સાથે ભાજપ સરકારના અનામત વિરોધી વલણ સામે એક અગત્યની બેઠક યોજાઇ ગઈ

ગુજરાત રાજ્યમા 52% ઓબીસી સમાજની વસતી છે ઉપરાંત એમા 147થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.વર્ષોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમા અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રજૂઆતો કરવા છતાં તેના માટે સરકાર તરફથી માંગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામપંચાયતોની ચૂંટણીઓમાંથી ઓબીસી અનામત દૂર કરવાનો આદેશ કરેલ છે. શિક્ષણ અને નોકરીઓમાં અનામત નાબૂદ કરવાના ષડ્યંત્ર સામે અનામત બચાવવા ચિંતન કરીને સંગઠિત અને સંકલ્પબદ્ધ બની લડાઈ લડવા સૌ સાથે મળી, સત્તા કે વિપક્ષથી પર રહી રાજકીય , સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલ તથા ઓબીસી સમાજની લાગણી ધરાવતા સૌ આગેવાનો સાથે મળી ચર્ચા-વિચારણા કરી  ચિંતન કરી બેઠકમાં અનામત બચાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા  સુખરામ રાઠવા સહિત ઓબીસી, એસ.સી, એસ.ટી ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અનામત વિરોધી ભાજપ સરકારને ઉખાડી ફેકવાનો સઁકલ્પ કરવામાં આવ્યો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.