Abtak Media Google News

પરિસ્થિતિ જોઇને હાલ પરીક્ષા મોકૂફ રખાઈ: જીટીયુ

શિક્ષણ વિભાગે ગાઈડલાઈનમાં સીધી કોઈ સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓએ પોતાની રીતે નિર્ણય લેવાનું શરૂ કર્યું

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં કારણે ભયંકર તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં કોરોના કેસનાં આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરીવાર શિક્ષણ જગત પર પણ કોરોના વાયરસની ગંભીર અસર પડી છે. ફરી એકવાર પરીક્ષાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં આશંકાઓ જાગી છે ત્યારે જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીટીયું દ્વારા લેવાનારી પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન-ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ત્રીજી લહેરનાં કારણે 20મી જાન્યુઆરીથી શરૂ થતી તમામ પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સાંગામી સમયમાં નવી તારીખોને વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

ત્રીજી લહેરનાં કારણે હવે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં ઓનલાઈન પરીક્ષાને લઈને સંપૂર્ણ વિગતો અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. GTU બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાનો નિર્ણય બદલ્યો છે અને ઓફલાઇનની સાથે સાથે ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પહેલા યુનિવર્સિટીએ માત્ર ઓફલાઇન પરીક્ષાનું જ આયોજન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.