Abtak Media Google News

દેશમાં જીડીપી તળીયે જતો હોય પ્રજા પાસે પૈસા નથી તેવામાં આકરો દંડ ગેરવ્યાજબી હોવાથી ફેર વિચારણા કરવા ચીરાગ કાલરીયાની માંગ

કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એકટ સંસદમાં પસાર કરાવેલ છે. જેમાં ટ્રાફીક નિયમનના ભંગ બદલ વર્ષો જુના કાયદામાં સુધારો કરી અનેકગણો વધારો કરવામા આવેલ છે. રાજયની સામાન્ય અને ગરીબ પ્રજાના શિરે આટલો મોટો દંડ ફટકારવામાં આવે તે તદ્દન વ્યાજબી નથી. રાજય સરકારે કેન્દ્રના નિર્ણયમાં કેટલીક છુટછાટો આપી છે તે પણ ઘણી બધી વધારેજ છે.

સરકારે ગરીબ માણસોની આમદાની- મોંધવારી ઘ્યાને લઇ આ પગલું ભરવું જોઇએ. દેશના જીડીપી તળીયે જાય છે. ઉઘોગો બંધ થતા જાય છે. ઓટોમોબાઇલ્સ ઉઘોગ મરણ પથારીએ છે. ત્યારે સૌ પ્રથમ જીડીપીનો વિચાર કરી પ્રજાના ગજવામાંથી રુપિયા ખંખેરવા જોઇએ ગરીબ પ્રજા પાસે બે ટાઇમ ખાવા ધાન નથી.

સૌપ્રથમ તો બે ત્રણ માસ સુધી પ્રજાને આ કાયદાની વંચીત કરી ટ્રાફીકનાં નિયમોનો ભંગ ન થાય તે રીતે ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તે જરુરી છે. ત્યારબાદ ક્રમશ: દંડની જોગવાઇમાં વધારો કરવામાં આવે અને તે પણ જુદા જુદા કેસોમાં અલગ અલગ દંડ વસુલવાને બદલે એક જ વાહનમાં મહતમ દંડનીજોગવાઇ હોય તે વસુલવી જોઇએ.

ગુજરાતમાં ગરીબ-શ્રમિક વર્ગ નોકરીયાત વર્ગ વધારે છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહનોમાં  ફરીજયાત હેલ્મેટ ના નિયમમાં રાહત આપવાની જરુર છે. નાગરીકો કારખાને કે રોજગારી માટે અથવા ગામડેથી ખેડુતો આવતા જતા હોય ત્યારે સૌથી વધુ ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. રોજબરોજનું કમાઇ ગુજરાન ચલાવનાર શ્રમિક વર્ગ કે મઘ્યમવર્ગ નો માણસ રોજના ૪૦૦ થી ૫૦૦ રૂપીયા કમાતો હોય ત્યારે હેલ્મેટનો ખર્ચ પણ પોષાય તેમ નથી.

વળી શહેર કે તાલુકા ગ્રામ્ય કક્ષાએ હેલ્મેટની આવશ્યકતા ઘણી ઓછી છે. હાઇવે ઉપર જ વધારે આવશ્યકતા છે. મહીલાઓ- માતાઓ, બહેનો પોતાના સંતાન  ને સ્કુલ કે ટયુશનમાં લેવા-મુકવ ૩ વ્હીલરનો ઉપયોગ મહતમ કરે છે ત્યારે નોન આઇ.એસ.આઇ. હેલ્મેટ પહેરવાની મનાઇ ફરમાવેલ છે. આઇ.એસ.આઇ. સ્ટાન્ડર્ડ નો હેલ્મેટ ની કિંૅમત ૧૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા છે. જે પોષાયતેમ નથી. તેમજ હેલ્મેટ વિક્રેતાઓ પણ બે ફામ ભાવો વસુલે છે. તેના ઉપર કોઇ કંટ્રોલ નથી. વધુમાં વધુ પીયુસી નો કોઇળ મતલબ નથી. વાસ્તવમાં કોઇપણ વાહનમાં પીયુસી સર્ટી ફકત ફોટો પાડીને આપી ઘ્યે છે સરકાર જે રીતે પીયુસી નો આગ્રહ રાખે છે તે મુજબ પીયુસી ની કાર્યવાહી થતી જ નથી પ્રદુષણ નિવારણનો હેતુ સિઘ્ધ થતો જ નથી ગમે તે વાહનને પીયુસી કાઢી આપવામાં આવે છે. તેમ જોમજોધપુર-લાલપરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.