• બ્લડપ્રેશરને કાબુમાં રાખવા  આ 6 પોટેશિયમથી ભરપુર ખોરાક અકસીર સાબિત થશે

ઘણીવાર આપણે વ્યસ્ત જીવનના કારણે આપણા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી નથી શકતા, જે પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. પોટેશિયમએ આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે. જે હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ડબલ્યુએચઓ અનુસાર, આહારમાં પોટેશિયમનું પ્રમાણ વધારવાથી પુખ્ત વયના લોકોમાં બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.  તેમજ પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય, હાડકાના સ્વાસ્થ્ય, સ્નાયુ અને ચેતાના કાર્યને માટે પણ મદદરૂપ છે.  આ સાથે મહત્વપૂર્ણ પોષક તત્વો તમારા શરીરના કોષોની આસપાસ પોષક તત્વો અને કચરાને ખસેડવામાં પણ મદદ કરે છે. પોટેશિયમ વિવિધ શાકભાજી, બદામ, કઠોળ ,વટાણા, પાલક,  સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ , કેળા, પપૈયા અને ખજૂર જેવી વસ્તુમાં જોવા મળે છે. આ સાથે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે મુખ્ય 6 ખોરાકનો રોજીંદા જીવનમાં સમાવેશ કરવો જોઇએ જે પોટેશિયમ સમૃદ્ધ  છે.

લીલા શાકભાજી

હાર્વર્ડ હેલ્થ સ્ટડી અનુસાર, બ્રોકોલી, પાલક અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને વજનને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ શાકભાજી  પોટેશિયમથી ભરપૂર હોય છે. તેમજ આ શાકભાજીમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછા હોય છે.

કેળા

કેળાને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. બ્લડ પ્રેશર અને વજન નિયંત્રણ માટે કેળા એક સ્વસ્થ વિકલ્પ છે.  તેમજ ફળો, શાકભાજી અને બીજ પણ પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

શક્કરીયા

શક્કરિયામાં 100 ગ્રામ દીઠ 337 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. અને તે કિડનીના કાર્યમાં સુધારો કરવા ઉપરાંત બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.  શક્કરિયાએ એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને ફાઇબરનો ભંડાર છે. જે તમારા પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

નાળિયેર પાણી

નાળિયેરનું પાણી પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. અને ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી સ્ત્રોત હોવાને કારણે તે કાર્બોનેટેડ એનર્જી ડ્રિંક્સનો સ્વસ્થ વિકલ્પ બની શકે છે. તેમજ નાળિયેરનું પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે.

દાડમ

દાડમએ તંદુરસ્ત વિકલ્પ છે. તેમાં પોટેશિયમ, પ્રોટીન, વિટામિન સી અને કે ભરપૂર માત્રામાં હોય છે.  તેમજ દાડમ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

માછલી

માછલી એ ઓમેગા-3 ફેટી એસિડનો મોટો સ્ત્રોત છે. તે હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને તમારી યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.