Abtak Media Google News

ચિપ્સ ‘ક્રિસ્પી’ બની જશે!

અત્યારે રૂપિયા ૪૦ થી ૪૫ સુધી ની કિંમતે વેચાતા બટેટાના ભાવ રૂપિયા ૨૫ સુધી ગગડી જાય તેવી શક્યતા

બટાટાના ભાવમાં આવનારા ધરખમ ઘટાડાને કારણે ચિપ્સ વધુ ક્રિસ્પી  બનવા જઈ રહી છે. ચિપ્સમાં મોટા ભાગે બટેટાનો ઉપયોગ થાય છે. માત્ર ચિપ્સ જ નહીં પરંતુ ભારતીય પરિવારોના રસોડામાં બટેટા આગવું સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષે બટેટાના ભાવમાં આવેલો ઉછાળો લોકો માટે કપરો બની ગયો હતો જોકે હવે ભાવ ઘટવાની શક્યતા છે.

ભારતમાં ડુંગળી બટેટા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થ છે. બટેટા વગર રસોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બટેટાના ભાવ વધ્યા હોવાથી મધ્યમ વર્ગના બજેટ થોડા અંશે બગડયા છે જોકે નજીકના સમયમાં જ બટાટાના ભાવમાં અડધોઅડધ ઘટાડો થાય તેવું નિષ્ણાતોનું માનવું છે.

અત્યારે બજારમાં સ્થાનિક આવક બંધ છે મોટાભાગનો જથ્થો ડીસાથી આવે છે. અલબત્ત ટૂંક સમયમાં  સ્થાનિક આવક પણ શરૂ થશે. જેના કારણે અત્યારે રૂપિયા ૪૦ થી ૪૫ સુધી ની કિંમતે વેચાતા બટેટાના ભાવ રૂપિયા ૨૫ સુધી ગગડી શકે છે.

માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ બટેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશ અને બિહારથી દેશના અનેક રાજ્યોમાં બટેટાનો જથ્થો પહોંચશે. ચાલુ વર્ષે બટેટાનો ભાવ રૂ.૪૫-૪૮ જેટલો ઊંચકાયો હતો. ગયા વર્ષે બટેટાના રિટેઇલ ભાવ રૂ.૨૪-૨૬ના હતા.

વર્તમાન સમયે કોલ્ડ સ્ટોરેજ ખાલી થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ચાલુ વર્ષે ભાવ વધારો લોકડાઉન ભાવ વધારો જોવા મળ્યો હતો ગત વર્ષે હોલસેલ ભાવ છે ૧૮થી ૨૦ રૂપિયા સુધી ગગડ્યા હતા અત્યારે ફરીથી ભાવ ૨૫ રૂપિયાની નજીક છે. હોલસેલ ભાવમાં આવેલો ઘટાડો થોડા સમયમાં સ્થાનિક બજારમાં પણ જોવા મળશે ચાલુ વર્ષે લોકડાઉનના કારણે બટેટાની માંગમાં પણ ખૂબ વધારો થયો હતો. જેના પરિણામે ભાવ ઊંચકાયા હતા હજુ પણ કેટલાક સ્થળોએ લોકડાઉનની ભીતિ છે પરિણામે બટેટાની માંગ અન્ય શાકભાજી કરતાં વધુ છે. આમ પણ બટેટાનો ઉપયોગ અન્ય શાકભાજી કરતાં વધુ છે ત્યારે નવો માલ નજીકમાં આવશે તો બટેટા ના ભાવ આપો આપ તળિયે બેસી જશે.

ઘણા સમયથી બટાકાના ભાવ ઊંચકાયા હોવાના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે પશ્ચિમ બંગાળમાં ભાવ ૨૫ ટકા ગગડી ગયા છે. આ ભાવ હોલસેલ છે. જેના પરિણામે સ્થાનિક કક્ષાએ પણ ભાવ ગગડશે. પશ્ચિમ બંગાળમાં દર વર્ષે એક કરોડ ટન બટાટાનું ઉત્પાદન થાય છે. પશ્ચિમ બંગાળ દેશનું બીજા ક્રમનું સૌથી વધુ બટેટાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં પણ બટેટાનો વપરાશ અને ઉત્પાદન વધે છે ગુજરાતમાં પણ તેના પડઘા પડશે બટાટાના ભાવ ઘટશે. નવી આવકના કારણે બજારો બટેટાથી છલકાઈ જશે થોડા મહિનામાં જ નવી આવક શરૂ થઇ જશે અને ભાવ નીચે ઉતરી જશે. કોરોના વાયરસના મહામારીનું સંક્રમણ રોકવા દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન બટેટાની કિંમતમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર આજેપણ જોવા મળી રહી છે. અત્યારે કેટલીક જગ્યાએ બટેટા રૂ. ૫૦ની કિંમતે વેચાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં નવો જથ્થો બજારમાં ઠલવાશે તો ભાવ આપોઆપ નીચે બેસી જશે. નજીકના ભવિષ્યમાં બટેટાના ભાવ અડધોઅડધ થઇ જાય તેવી શકયતા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.