પ્રભાસ પાટણમાં જય અંબે ગરબી દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા યોજાયા

અનેક અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો

પ્રભાસ પાટણમાં ધેડીયા કોળી સમાજ જયઅંબે ગરબી મંડળ દ્વારા કોળી સમાજના હિતાર્થે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું ભવ્ય આયોજન  તા. ૧૬-૧૦-૧૮ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં પૂજા અર્ચના ૯ કલાકે, બાળકોને પ્રસાદ ર થી પ, મહાઆરતી દીપમાળા સાંજે ૭.૩૦ પ્રસાદી ૮ કલાકે યોજાયેલ અની રાત્રીના ૧૧ કલાકે રાસ ગરબા યોજાયા.

આ રાંદલ માતાના ૧૦૮ લોટાના દર્શન માટે સ્વામી ભકિતપ્રસાદ દાસજી, સ્વામી માધવચરણદાસજી, સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના જનરલ વિજયસિંહ ચાવડા, બાલાભાઇ સામળા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, ખારવા સમાજ ના પ્રમુખ લખમભાઇ ભેસલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફડી, તુલસીભાઇ ગોહેલ, પ્રવિણભાઇ રુપારેલીયા, ભીડીયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, ઉપપ્રદેશ લક્ષ્મીકાંતભાઇ સોલંકી, વેરાવળ કોળી સમાજના પ્રમુખ નારણભાઇ વાયલુ જીલ્લા કોળી સમાજ અને પ્રભાસ પાટણ કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, કોળી સમાજ યુવાન અગ્રણી રામભાઇ સોલંકી, તથા કોળી સમાજના લોકો અને મંડળોના પ્રમુખ દ્વારા રાંદલ માતાના દર્શન કરેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા બાલ ગજાનંન મિત્ર મંડળ ભવાની ગરબી મંડળ ગૌરી પુત્ર ગજાનન મિત્ર મંડળ શીવ શકિત મીત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી.