• ડક પોન્ડ શિયાળુ પક્ષીઓનું છે ઘર: વન્ય સપ્તાહ દરમિયાન પ્રદ્યુમ્ન પાર્કમાં પોસ્ટર્સ, ડ્રોઈંગ, ફોટોગ્રાફી, સ્વચ્છતા ઝુંબેશ સહિતની પ્રવૃતિઓ કરાઈ
  • 65 પ્રજાતિઓના 553  પ્રાણી-પક્ષીઓ કરે છે વસવાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ 65 પ્રજાતિઓના 553 જેટલા વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝુની દર વર્ષે લાખો સહેલાણીઓ મુલાકાત લે છે. આ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. પ્રદ્યુમ્ન પાર્ક 137 એકર વિસ્તારમાં પ્રાણીઉદ્યાન વિકસાવવામા આવ્યુ છે. આ પાર્કનું તા.14-08-2010ના રોજ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કર્યું હતું.

પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિટેન્ડન્ટ ડો.હિરપરાના જણાવ્યા અનુસાર, એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, રિંછ, મગર, ઘડિયાલ, હરણો, વાંદરા, શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.

આ ઝુને રાજકોટના તત્કાલીન રાજવી ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજીનું નામ અપાયુ છે. આ વિસ્તારની બે બાજુએ લાલપરી, અન્ય બાજુઓએ રાંદરડા તળાવ તથા કબીર ટેકરીથી ઘેરાયેલ છે. કુદરતી ચઢાણ અને ઉતરાણ અને અનન્ય પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો આ વિસ્તાર ખુબ જ રમણીય, સોહામણો અને હરિયાળો છે.

લોકોમાં વન્યસૃષ્ટિ વિશે સમજ અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રાજકોટ પ્રાણી ઉદ્યાન દ્વારા તા.02 ઓક્ટોબરથી તા. 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટર્સ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધાઓ અને સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉપરાંત, દર ગુરુવારે બાળકો માટે ફ્રી નેચર એડ્યુકેશન કેમ્પ યોજાય છે જેમાં ખુબ મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈને પ્રકૃતિને જાણે અને માણે છે.

ઝુની મુલાકાત દરમિયાન સહેલાણીઓ આનંદિત રહે તેમજ તેમને દરેક જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી 10 બેટરી સંચાલીત કાર, 6 હટસ, 6 ઠંડા પાણીના પરબ, 5 ટોઇલેટ, 8 રેસ્ટીંગ શેડ, 8 ક્રિડાંગણ લોન, 5 ટોઇલેટ બ્લોકસ, 4 કેન્ટીન, 1 રેસ્ટોરન્ટ, 3 બાળ ક્રિડાંગણ, 5 લોન અને ગાર્ડન, મુલાકાતીઓ માટે 100 બેન્ચીસ, 10 વ્હીલ ચેર, 5 બેબી પ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

ઝુ માં 3 વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ છે.  જ્યારે પુખ્ત વયની વ્યક્તિઓ તથા કેમેરા માટે નિયત પ્રવેશ ટિકિટ રાખવામાં આવી છે. બેટરી સંચાલિત વાહન 3 વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે જ્યારે અન્યો માટે નજીવા દરે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આ પ્રાણીઉદ્યાન દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામા આવે છે.

“વિશ્ર્વ પ્રાણી દિવસે” 458 મુલાકાતીઓને “પ્રદ્યુમન પાર્ક” ઝૂમાં અપાયો નિ:શુલ્ક પ્રવેશ છ માસમાં 2,46,466 નાગરિકોએ “પ્રદ્યુમન પાર્ક” ઝૂની મુલાકાત લીધી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનમાં “વિશ્ર્વ પ્રાણી દિવસ” નિમિત્તે તમામ મુલાકાતીઓને પ્રાણી સંગ્રહાલય ખાતે નિ:શુલ્ક પ્રવેશ આપવા માટે બજેટમાં નિર્ણય કરવામાં આવેલ હતો. ગઇકાલ શુક્રવારના રોજ વન્ય પ્રાણી દિવસ નિમિતે પ્રદ્યુમન પાર્ક ઝૂની 458 મુલાકાતીઓએ નિ:શુલ્ક પ્રવેશ મેળવી ઝૂની મુલાકાત કરી હતી તેમજ ચાલુ વર્ષમાં એપ્રિલ-2024થી સપ્ટેમ્બર-2024 દરમ્યાન કુલ-246466 નાગરિકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લીધી તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.