Abtak Media Google News
  • ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતમાં ટ્રસ્ટના આગેવાઓએ આપી વિગતો
  • પ્રગટ ચેરી. ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનાથ ગરીબ દીકરીઓના લગ્ન માટે આ ટ્રસ્ટ છત્રછાયા પુરી પાડે છે.

‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતમાં પ્રગટ ચેરી. ટ્રસ્ટના આગેવાનો જગદીશ ભટ્ટ, જૈમિલ પંડયા, દેવાંગ ભટ્ટ, પાર્થ દવે અને શ્રયાંશ ગોહેલએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, નિ:સ્વાર્થ ભાવે વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રગટ ચેરી. ટ્રસ્ટ દ્વારા સતત ર4માં વર્ષે અગીયાર ક્ધયાઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્ન તા. 1-12 ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. આ સમુહ લગ્નમાં સામેલ દીકરી તથા દીકરા બન્ને પક્ષોને સંસ્થા તરફથી ભોજનના રપ પાસ આપવામાં આવશે. તેમજ કરિયાવરમાં ક્ધયાઓને 101 આઇટમ ભેટ આપવામાં આવશે. આ ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે સવારે 10 થી 1ર કલાકે તથા સાંજે પ થી 8 કલાકે સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરી. ટ્રસ્ટ પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં. 9/અ મિલપરા મેઇન રોડ, રાજકોટ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ઇચ્છુક વ્યકિતએ મેળવી લેવા જાણ કરવામાં આવેલ છે.

આ માનવ સેવા કાર્યમાં સંસ્થાના પુજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ જયમીલ પંડયા, પરેશ ગોહેલ, બીપીન ગોહેલ, બીપીન ગોહેલ, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, ચિંતન રાચ્છ, ધર્મેશભાઇ રાઠોડ, સવજીબાપા, પાવન શિશાંગીયા, પ્રિયાંશ ગોહેલ, બચુભાઇ માખેલા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ મો. નં. 99250 17888 નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.