યોગીજી મહારાજ અને હરિપ્રસાદ  સ્વામીજીનો પ્રાગટ્યદિન ઉજવાયો

હરિપ્રસાદ સ્વામીજીની સ્મૃતિથી ભક્તો ભાવુક બન્યા મુખ્યમંત્રી  પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ  પાટિલનું વિડીયો ઉદબોધન

યુવકો  મારૂં હૃદય છે! – કહીને યુવાશક્તિને સન્માર્ગે દોરનાર ગુરુહરિે યોગીજી મહારાજના 130મા અને હરિયામ – સોખડાને પોતાનાં યુગકાર્યનું કેન્દ્ર બનાવીને ગુરૂહરિ યોગીજી મહારાજનાં સંપ, સુહૃભાવ, એકતાનાં સંદેશ ઉપરાંત આત્મીયતા અને દાસત્વનાં પંચાગૃતથી સમાજનાં પોતાને મજબૂત કરનારા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 88માં પ્રાગટ્યદિનની સુરતમાં સણિયા કણદે ખાતે દિવ્યતાસભર વાતાવરણમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આશીર્વચન આપતાં યોગી ડિવાઈન સોસાયટીના અધ્યક્ષ   પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે, ખરેખર સુખી થવું હોય, હ્રદયમાં શાંતિ કરવી હોય તો ભગવાન સ્વામિનારાયણનાં ગુરુહરિ યોગીજી મહારાજની અને આપણા પ્રાણાધાર હરિપ્રસાદ સ્વામીજીનાં અનુપમ જીવનમાં  ડુબવુંં પડશે.

પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહેતા તેમ આપણ નિર્વિચાર અને નિર્વિકલ્પપણે ત્રીસ મિનિટ ભજન કરતાં થયું છે. એ વચનમાં વિશ્વાસ રાખીને ભજન શરૂ કર્યું છે. સ્વામીજીની સ્મૃતિએ સહિત ભંજન કરર્વું છે. ભગવાન  સ્વામિનારાયણના લીલાચરિત્રો અને ભગવાનના ધારક સત્પુરુષની વાણીમાં વિશ્વાસ રાખીને આગળ વધવું છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ  સી.આર. પાટિલે વિડીયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી તેમણે આ સંદેશમાં જણાવ્યું હતું કે, આજે મને કહેતાં ગૌરવ થાય છે કે અમને રાજનીતિ દ્વારા લોકોની સેવા કરવાની જે તક

મળી  છે. તેમાં યોગીજી મહારાજ અને હિરિપ્રસાદ   હરિપ્રસાદ સ્વામીજી જેવા મહાન સંતોના આશીર્વાદ  અ ને  વિશાળ ભકત સમુદાયની શુભેચ્છાનો – મહેનતનો બહુ મોટો ફાળો છે. તેને કારણે જ સહુનો વિશ્વાસ મેળવીને, સહુના સાથથી સહુનો વિકાસ અમે કરી શક્યા અને કરી શક્યા. એ.પૂ. સ્વામીજીના સત્સંગમાં આવવાનું મળ્યું ત્યારથો મેં જોયું છે કે તેઓએ શિક્ષણની સાથે  સંસ્કારને પ્રાધાન્ય આપ્યું છે. ઘણા બધાં મંદિરો બનાવવાને બદલે સંપર્કમાં આવેલા સહુ મંદિર જેવા અને તે માટે તપશ્ચર્યા કરે છે.

મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલે પણ વિડીયો સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર બને છે. વ્યક્તિનો  ચારિત્ર્ય ઉપર રાષ્ટ્રનું ચારિત્ર્ય નિર્ભર છે. વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય, વુધ્ધિ થાય અને રાષ્ટ્રનું ગૌરવ વધે એવી ચિંતન પ્રક્રિયામાં આજનો આ ઉત્સવ મહત્વનું યોગદાન બની રહેશે. પ્રભુનાં ધારક સત્પુરુષો સાથે સંલગ્ન ઉત્સવો સમાજમાં સાકારાત્મક આંદોલનો જગાવે છે. યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુવાવર્ગમાં આવો આંદોલનો જગોવીને સમાજને નુતન ઉર્જા બક્ષી છે.

મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં સહુને રાષ્ટ્રને ઉપયોગી પ્રવૃત્તિમાં, લોકહિતની પ્રવૃત્તિમાં

પંચોતેર કલાકનું યોગદાન આપવા આહવાન કર્યું હતું

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જાણીતા ભાગવત કથાકાર અભય બાપુએ ગુરુની આજ્ઞાનું મહત્વ સમજાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે પ્રભુમય જીવન જીવીને આદર્શ રચેલો. એ માર્ગે સહુએ ચાલવાનું છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હવે પોતાનું કાર્ય પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા કરવાના છે એ વાતમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખીને આગળ વધીશું તો દરેક કાર્યમાં સ્વામીજીની શક્તિ મળશે.

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વનેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યને અનુપમ ગણાવીને આવ ભગવાનના ધારક યુગપુરુષોથી જ સંસ્કૃતિની અને સમાજની રક્ષા થાય છે તેમ જણાવ્યું હતું. આ દિવ્ય અવસર પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેને પોતાનું સૌભાગ ગણાવ્યું હતું.

આ પ્રસંગે પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી,  ગોરધનભાઈ લીંબાણી અને  અર્જુનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે 5. પુ. પ્રેમસ્વરૂપ સ્વામીજીની ઠાકોરજી સાથે પધરામણી થઇ ત્યારે ભકતો ભાવવિભોર બન્યા હતા.

બહેનોના વિભાગમાં ધારાસભ્ય  સંગીતાબેન પાટિલ તેમજ ઝંખનાબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી  સોરઠીયા અને વિવિધ ક્ષેત્રના આગ્રણીઓ સહિત દેશ-વિદેશથી પધારેલ પચાસ હજારથી વધારે ભકતોએ આ દિવ્ય ઉત્સવનો લાભ લીધો હતો.