Abtak Media Google News

બ્લડ ડોનેશન કેમ્પ તથા કોરોના વોરિયરનો સન્માન સમારોહ

યોજી પિતાને શ્રધ્ધાંજલિ અર્પતા ઘનશ્યામ બિરલા

સુરત શહેર માં સામાજિક કાર્યો  દ્વારા  સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર ઘનશ્યામ બિરલા દ્વારા

પોતાના પિતાશ્રી રામદેવપીર મંદિર બગસરા ના ભૂમિ દાતા સ્વ છગન ભગત ની પુણ્યતિથિ નિમિતે રેડ ક્રોસ બ્લડ બેંક અડાજણ માં બ્લડ કેમ્પ તેમજ મોટા વરાછા ઝોન ઓફિસ ના સફાઈ કર્મી ઓ તેમજ ફાયર કર્મચારી ઑ ને માસ્ક તેમજ સેનીટાઇઝ નું વિતરણ કરી ને પિતાશ્રી દૈહિક રૂપે ભલે નથી પણ વિચારો રૂપે જીવંત રહે તેવા સુંદર ઉદેશે

હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે તેના સાચા હીરો સફાઈ કર્મી તેમજ ફાયર કર્મી ઓ ને સન્માનિત કરી ને એક નાનકડી અંજલિ આપવાનો નાનકડો પ્રયાસ માત્ર છે તેમજ  તેમણે જોન ઓફિસર તેમજ ફાયર અધિકારી નું ભારત માતા ની પ્રતિકૃતિ ને તિરંગા દ્વારા સન્માન કર્યું હતું,આ કાર્યક્રમ માં   સંસ્થાના કો ઓર્ડીનટર ડો મુકેશ પડસાલા .ઘનશ્યામ પાધરા હરેશ માંગ રોળયા કોર્પોરેટર દેવરાજભાઈ ટીંબી  સામાજિક અગ્રણી પ્રવીણ પીપરડી રાજુભાઈ ગૌદાની અરવિંદભાઈ પટેલ જેવા સામાજિક અગ્રણી ઓ એ હાજરી આપી ને આવા સુંદર કાર્યક્રમ ને બિરદાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.