Abtak Media Google News

આભાલા, કાંગરી, ગાગેડી જેવા ગરબાને મોહક કલર સાથે પ્રકૃતિને ધ્યાનમાં રાખી બનાવાય છે-ગરબા

માં આદ્યશકિતની આરાધનાનું પર્વ એટલે કે નવલાં નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય આ વિશેષ દિવસોમાં દરેક હિન્દુ પરિવારોમાં માતાજીનો ગરબો રાખી માતાજીની વિશેષ પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે. દ્વારકાના પ્રજાપતિ મહિલા નયનાબેન દર વર્ષે તેમના સમસ્ત પરિવાર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવા ગરબાના નિર્માણને આખરી ઓપ આપી રહ્યા છે.Photo 2018 10 01 12 26 13

ગરબાના નિર્માણમાં જડતર, આભલી, કાંગરી, ગાગેડી જેવા અલગ-અલગ પ્રકારના ગરબાઓ બનાવાય છે. જેમાં વિશેષ ખાસિયત એ હોય છે કે પ્રકૃતિને અનુરૂપ બનાવાતા આ ગરબાઓમાં મોહક કલરની સાથોસાથ આભલાઓ તથા અન્ય શૃંગારની ચીજવસ્તુઓ સાથે ભાતિગળ સંસ્કૃતિને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.