- સદગુરુ જગીના સેવસોઇલ અભિયાનને જનજન સુધી પહોંચાડવા
- અબતકની મુલાકાતે માટી બચાવોના વિચારને જન સુધી પહોંચાડવા સાયકલ યાત્રાએ નિકળેલા મોહિત નિરંજનીની અને જતીનભાઈ નિર્મળે આપી “સેવ સોઇલ” અભિયાનની વિગતો
વિશ્વમાં વધતા જતા જળવાયુ પ્રદુષણ માં વાતાવરણને સાચવવાની જરૂર છે તેવી જ રીતે ધરતીની ગુણવત્તા જાળવવા માટે જાગૃત થવાનો સમય પાકી ગયો છે સદગુરુ જગી એ સમગ્ર વિશ્વમાં માટી બચાવો અભિયાન ની આહલેક જગાવી છે ત્યારે સેવ સોઇલ જનજાગૃતિ માટે દેશભરમાં સાયકલ યાત્રાએ નીકળેલા મોહિતભાઈ નિરંજની અને રાજકોટના પર્યાવરણ પ્રેમી જતીનભાઈ નિર્મળે અબ તકની મુલાકાતમાં સેવ સોઇલ અંગે દેશભરની સાયકલ યાત્રાની વિગતો આપી હતી
સદ્દગુરુ તેમના ‘માટી બચાવો’ અભિયાનની 100 દિવસની મોટરસાઇકલ યાત્રામાં, 24 દેશોની યાત્રા બાદ પાલનપુરમાં બનાસ ડેરી દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે ભારત પ્રવેશ બાદ જન જનતા સાથેનો સૌથી મોટો કાર્યક્રમ હતો.
સદગુરુ ના મતે હવે માટી નો બગાડ અટકાવવાનો સમય આવી ગયો છે માટીનું એટલી હદે બગાડ થઈ રહ્યું છે કે તેનો વિનાશ નજીક આવી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, દેશની 62% થી વધુ માટી સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ચૂકી છે તેને બચાવવાની જરૂર છે, સદગુરુ જગીની આ સેવ-સોઇલ નો સંદેશો લઈ સાયકલ યાત્રાએ એક નવેમ્બર 2022ના રોજ પ્રકૃતિની સેવામાં નીકળી પડેલા ઉત્તર પ્રદેશના નીતિનભાઈ નિરંજનો એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મેં 17 હજાર કિલમીટર
નો સાયકલ પ્રવાસ કર્યો છે પ્રદૂષણ ના વધતા જતા પ્રમાણ અને ખેતીમાં રસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીન મૂર્તપ્રાય બની રહી છે મેં મધ્યપ્રદેશ તામિલનાડુ કેરલ ગુજરાત ક્ધયાકુમારી રાજસ્થાન આસામ નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં ફરીને લોકોને માટી બચાવવા માટે જાગૃત કરવાનું અભિયાન હાથ ધર્યું છે ગુજરાતમાં અને દેશભરમાં મને ખૂબ જ સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે મારે હજુ 30,000 કિમી નો સાયકલ પ્રવાસ કરવો છે તેમ જણાવી મોહિતભાઈ નિરંજનીએ રાજ્યપાલ આચાર્ય દેવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી ની ઝુંબેશને આવકારીને જણાવ્યું હતું કે હવે બગડતી જતી માટીને બતાવવા માટે ઓર્ગેનિક પ્રાકૃતિક અને પ્રાણીજ ખાતર ની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો
સદ્દગુરુ ના અભિયાનનું મહત્વ સમજાવતા કહ્યું કે, આ અભિયાન હવે જરૂરિયાત બની ગયું છે. માટી, જેણે આ સભ્યતાનું નિર્માણ કર્યું છે તેનો એટલી હદે વિનાશ થયો છે કે ભારતની 6ર% માટીને અધોગતિ પામેલી ગણવામાં આવે છે. પ્રાણીઓનું મહત્ત્વ માત્ર તેમના દૂધમાં નથી પરંતુ તેમનું ઉત્સર્જન પણ માટીની ફળદ્રુપતા માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે પ્રાણીઓ અને વૃક્ષોને ખેતરોમાં પાછા નહીં લાવીએ તો તે માટીની હત્યા કરવા સમાન છે.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સેવ સોઈલ અભિયાનમાં મદદરૂપ થાય છે અને ઈશા ફાઉન્ડેશન દ્વારા આ અભિયાનને જનજંન સુધી પહોંચાડવા નિમિત બન્યું છે
સદ્દગુરુએ આપણી વિનંતી સ્વીકારી અને તેમની દુનિયાના અનેક દેશોની યાત્રા પછીભારત આવ્યા જે આપણા માટે ગૌરવનો વિષય છે. અને આ અભિયાન હું હવે દેશમાં ઘર ઘર સુધી પહોંચાડવા માટે સાયકલ ચલાવી રહ્યો છું તેમ જણાવી મોહિતભાઈ એ ગુજરાતમાં સાયકલ યાત્રાનો પ્રવાસનો અનુભવ સુખદ હોવાનું જણાવ્યું હતું