Abtak Media Google News

જકાર્તા : ભારતીય શટલર એચએસ પ્રણવે ઇંડોનેશિયા સુપર સીરીજ પ્રીમીયરમાં મેન સિંગલ વર્ગમાં સ્થાનીય દાવેદાર એંથોની સિનીસૂકા જિનટિંગ પર સીધા ગેમમાં જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. દુનિયાના 29માં નંબરના રમતવીર પ્રણવે એંથોનીને 43મિનિટમાં 21-23 21-18થી પરાજય આપ્યો હતો હવે તેનો મુકાબલો મલેશિયાના લી ચોંગ વેઇ સાથે થવાનો છે.

સિંગાપુર અને થાઈલેંડમાં લગાતાર જીતવાવાળો બી. સાઈ પ્રણિત શરૂઆતથી જ બહાર થઈ ગયો છે. તે કોરિયાના બીજા નંબરના સોન વાન હો થી 40 મિનિટમાં 14-21 18-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ મહિલા સિંગલમાં અશ્વિન પોનપ્પા અને એન સિકકી રેડ્ડીની જોડી પણ હારીને બહાર થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.