Abtak Media Google News

રાષ્ટ્રહિત માટે તત્પર રહેવાની માત્ર તંત્રની જ જવાબદારી નથી, પ્રજાની પણ છે : રાષ્ટ્ર સંપત્તિનું જતન કરવું દરેક નાગરિકની ફરજ

મોરબી ઝુલતાપુર તૂટી પડવાની દુર્ઘટનાથી દેશભરમાં શોખ આપી ગયો છે ત્યારે આ દુર્ઘટનામાં ટીખળ કોરો પણ જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે આ ટેકણખોર તત્વો ઝૂલતા પુલ ઉપર બેફામ ધમાલ મચાવી હતી આ ઘટનાના વિડીયો વાયરલ થતા આ તત્વો ઉપર ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે મોરબીમાં ગઈકાલે સાંજે ઝુલતો પુલ તૂટી પડતા અંદાજે 190 જેટલા લોકોના મોત નીપજ આવવાનું જાણવા મળ્યું છે તો કે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોય મોતનું આંકડો ક્યાં પહોંચે તેનું કંઈ નક્કી નથી આ ઘટના ગઈકાલે હજારો લોકોએ પોતાની નજરે નિહાળી હતી ઉપરાંત અનેક લોકોએ આ ઘટનાના વિડીયો પણ લીધા હતા જે ગઈકાલે રાત સુધીમાં દેશભરમાં વાયરલ થઈ ગયા હતા.

વધુમાં ગઈકાલે જ દુર્ઘટના સર્જાયાની અમુક કલાકો પૂર્વે નો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં અનેક તત્વો પુલના ચાળા કરતાં નજરે પડી રહ્યા હતા આ તત્વોએ પૂલને પાટા મારીને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો બીજી તરફ આજે ઝુલતા પુલના સીસીટીવી ફૂટેજ નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં પણ ટીખળખોર તત્વો પૂલમાં ધમાલ મચાવતા નજરે પડી રહ્યા છે આ ઘટના માટે આ ટીખળખોર તત્વો પણ અમુક અંશે જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે બીજી તરફ વર્તમાન સ્થિતિ જોઈએ તો દેશમાં રાષ્ટ્ર ચરિત્રનું નિર્માણ થઈ શક્યું ન હોય તેની ભરપાઈ દેશ વારંવાર કરી રહ્યું છે રાષ્ટ્ર ચારિત્રના અભાવે લોકોમાં રાષ્ટ્રહિતની ભાવનાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પ્રજા હજુ પણ પરિપક્વ બની શકી નથી.

Untitled 2 42

મેડ ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થવા તરફ છે પણ રાષ્ટ્ર ચારિત્ર નિર્માણમાં મેડ ઇન ઇન્ડિયા નું સ્વપ્ન શાકાર હજુ સુધી થઈ શક્યું નથી. આમ હવે ભારતને રાષ્ટ્ર ચરિત્ર નું નિર્માણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. વધુમાં તંત્રની વાત કરીએ તો જો તંત્ર ઈચ્છે તો કુંભમેળામાં થતી જાનહાની તંત્ર અટકાવી શકતું હોય તો બીજી અનેક ઘટનાઓમાં પણ આગમચેતીના પગલાં લઈને જાનહાની ટાળી શકવાની શક્તિ ધરાવતું હોય તે નિશ્ચિત છે પણ માત્ર ઈચ્છા શક્તિનો અભાવ તંત્રને આગમચેતીના પગલાં લેવાથી અટકાવી રહ્યો છે જ્યાં સુધી તંત્રમાં ઈચ્છા શક્તિ નહીં આવે ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ સર્જાતી રહેશે જો કે તંત્રની સાથો સાથ જનતાએ પણ જાગૃત થવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે

  • રાષ્ટ્રની સંપતિને નુકસાન પહોચાડનાર સામે કાયદો કયારે કડક બનશે?
  • સામાન્ય બાઇક સ્લીપ થાય ત્યારે જો પોલીસ કાર્યવાહી થતી હોય તો મોતના તાંડવ સર્જનારને શુ સજા?

મોરબીમાં ઝુલતા પુલ તુટવાની ગોજારી ઘટનાથી પાશણ હૃદયના માનવી પણ હચમચી ગયા છે. બંધારણમાં માનવ જીંદવીને રાષ્ટ્રની સંપતિ ગણવામાં આવે છે ત્યારે રાષ્ટ્રની સંપતિ સમાન 154 માનવ જીંદગીને થોડી જ ક્ષણોમાં હતી ન હતી કરનાર સામે કાયદો કયારે કડક બનાવવામાં આવશે તેવા સવાલ થઇ રહ્યા છે.

જાહેર માર્ગ પર પસાર થતી વેળાએ બાઇક સ્લીપ થાય તો પણ બાઇક ચાલકને રાષ્ટ્રની સંપતિ ગણીને તેની સામે પોલીસ દ્વારા બેદરકારી અંગે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે નિર્દોષ વ્યક્તિના જીવને જોખમમાં મુકનાર સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. ગુનાહીત બેદરકારીના કારણે અનેક પરિવારના વ્હાલસોયા, મોબી અને લાડકવાયા ગુમાવ્યા છે ત્યારે આ તમામ હતભાગીઓને બંધારણની જોગવાય મુજબ રાષ્ટ્રની સંપતિ ગણી રાષ્ટ્રની સંપતિને નુકસાન કરનાર બે જવાબદાર અને બે ફિકરાઓ સામે કડક કાર્યવાહી જરૂરી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.