હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા કાર્યકરોને પ્રશાંત કોરાટનું માર્ગદર્શન જોમ ભરશે: કમલેશ મીરાણી

હર ધર તિરંગા કાર્યક્રમ થકી દેશપ્રેમનો માહોલ ઉભો થશે!

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયો છે.

તા.12 માર્ચ, ર0ર1ના રોજ અમદાવાદામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ ર્ક્યા બાદ દાંડી તરફની કૂચને ધ્વજવંદન કરતા વડાપ્રધાનએ કહયુ હતું કે આઝાદીકા અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાનું અમૃત અને સ્વતંત્ર સેનાની પાસેથી પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, આત્મનિર્ભરતાનું અમૃત ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં તા.9 ઓગષ્ટ થી તા.1પ ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

તે અંતર્ગત  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષાત જે.પી. નડૃા સુચના અનુસાર પાર્ટી ધ્વારા દેશના તમામ જિલ્લા- મહાનગરોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ ધ્વારા તા.રપ જુલાઈ સોમવારના રોજ સાંજે 6  કલાકે કમલેશ મિરાણીની અધ્યક્ષાતામાં અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, શહેરના હોદેદારો, મોરચાના હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે તેમ અંતમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવેલ હતું.