Abtak Media Google News

1 ઓકટોબરથી સિનેમા ઘરોમાં જોવા મળશે  લોક પ્રસિઘ્ધ અભિનેતા પ્રતિક ગાંધીની હિન્દી ફીચર ફીલ્મ

અબતક, રાજકોટ: ગુજરાતી અભિનેતાઓની વાત કરીએ તો ઢોલીવુડ થી લઇ બોલીવુડ સુધી ઘણા યાદગાર કીરદાર નિભાવ્યા જ છે. હાલ ગુજરાતી ઉભરતા કલાકારની વાત કરીએ તો એક જ નામનું સ્મરણ થાય છે. ‘પ્રતિક ગાંધી’ ‘રોંગ સાઇડ રાજુ’, ‘લવ ની ભવાઇ’, લવની લવ સ્ટોરીઝથી લઇ ‘સ્કેમ 1992’ અને ‘વિઠ્ઠલ તીડી’ સુધીની તેમની સફર ખુબ  સરાહનીય રહીછે. અને લોકોએ તેમને દરેક કિરદારમાં જોવા ખુબ જ પસંદ કર્યા છે.

તેમનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં થયો છે. અને અભ્યાસ દરમ્યાન તેઓ સુરતમાં જ ‘થીયેટર’ કરતા. તેઓનો ખુબ જ લોકપ્રિય ચંદ્રકાંત બક્ષી પરનો એક પાત્રિય અભિનય લોકપ્રસિઘ્ધ છે. તેમણે ભજવેલા ઘણા નાટકોમાંથી મનોજ શાહ, દૂન ચંદ્રકાંત બક્ષી, મોહનનો મસાલો દ્વારા દિગ્દર્શીત તેમના એકવાત્રી નાટક તેમને ભારત અને વિદેશમાં લોકચાહના મળીછે અને અપાર પ્રતિભાના અભિનેતા તરીકે તેમની પ્રતિષ્ઠા સ્થાપિત કરીછે.

મોટાભાગે, એક અભિનેતા કે જેણે ફિલ્મોમાંથી ચાહકો એકઠા કર્યા છે. પણ સફળ ગુજરાતી ફિલ્મો, સ્ટેજ એકટર અને દિગ્દર્શકમાં અભિનય કરનાર પ્રતિક ગાંધી કહે છે કે એમની કંઇક અલગ જ સ્થીતી છે. જયારે પણ તેઓ ફિલ્મો માટે, રેડીયો સ્ટેશન, ટી.વી. અથવા અખબારી ઇન્ટરવ્યુ આપવાનું હોય ત્યારે લોકોને મારી થીયેટર લાઇફ અને અચીવમેન્ટ વિશે વધુ પ્રમાણમાં પૂછે છે કારણ કે લોકો મને થીયેટરમાં કરેલા કામથી વધુ જાણે છે.

પ્રતિક ગાંધીએ આજરોજ મંગળવારે સોશ્યલ મિડિયા થકી જાહેરાત કરી હતી કે, લીડ તરીકે તેમની પ્રથમ હિન્દી ફીચર ફીલ્મ ‘રાવણ લીલા (ભવાઇ)’ 1 ઓકટોબરે સિનેમા ઘરોમાં જોવા મળશે. મજબુત કોન્ટેન્ટ આધારીત મનોરંજનકાર તરીકે ઓળખાતી આ ફિલ્મ ગુજરાતના લોકપ્રિય લોકથિયેટર લોકથિયેટર સ્વરુપ ભગાઇની પૃષ્ઠભુમિ પર રચાયેલી છે. આ ફીલ્મનું નિર્દેશક એટલે કે ડિરેકશન હાર્દિક ગજજર અને શ્રેયસ અનિલ લોલેકર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે આન્દ્રતા રાય પણ જોવા મળશે. દર્શકોને આ જ વાત પોતાના ઓફીશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવતા લખે છે. મુખોટે પે મુખોટા… રામ કે રાવણ કી લીલા છફફદફક્ષ કયયહફ  (ભવાઇ) 1 ઓકટોબરથી સીનમોઘરોમાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.