વિશ્ર્વ દિવ્યાંગ દિવસે પ્રયાસ પેરેન્ટસ એસો.એ યોજયો કાર્યક્રમ

શરીરની ‘ખામી’ને અવગણી સમાજમાં ‘કંઈક’ કરનારાનું અનોખું સન્માન

અગાઉ કયારેય સન્માન થયું નથી તેવા દિવ્યાંગોને ત્યાં જઈ કરાયું સન્માન

કુદરતી ક્ષતિ સાથે જન્મેલા કે ક્ષતિગ્રસ્ત થવા છતા સમાજમાં ‘કંઈક’ કરી બતાવી સમાજને પ્રેરણા આપનારા દિવ્યાંગોનું આજે વિશ્ર્વ દિવ્યાંગ દિવસે તેમને કામ, વ્યવસાયકે રહેણાંકના સ્થળે જઈ પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન દ્વારા રોટરી કલબ રાજકોટ મેટ્રોના સહયોગથી સન્માન કરવામાં આવ્યુંહતુ. આપણા સમાજમાં ઘણા લોકો એવા છે જેમણે પોતાના શરીરમાં રહેલ ખામીને જોયા વગર જ સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને રોજગાર મેળવીને પોતાનું ઘર ચલાવે છે.

રાજકોટમાં આવેલ પ્રયાસ પેરેન્ટ એસોસીએશન દ્વારા દર વર્ષે દિવ્યાંગ લોકો માટે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે. સંસ્થા છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત છે. આ વર્ષે કોરોના મહામારીને લીધે રોટરી કલબ મેટ્રો ઓફ રાજકોટ સાથે મળીને જે દિવ્યાંગોના અગાઉ કોઈ પણે સન્માન નથી કર્યું તેવા લોકો પાસે જઈને તેમને કિટ આપવામાં આવી હતી. આવા લોકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. દિવ્યાંગ વ્યકિતઓને શિયાળાની ખાધસામગ્રી તથા બાળકોને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત એક વેબિનાર પણ યોજવામાં આવ્યો હતો.

રોટરી કલબ રાજકોટ મેટ્રોના પ્રમુખ આનંદાબેન શું કહે છે?

રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રોના પ્રમુખ આનંદાબેન કામલીયાએ નઅબતકથ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજના દિવસે અમારી મેટ્રો કલબે પૂજાબેન સાથે મળીને દિવ્યાંગો પાસે જઈને તેમનું સન્માન કરવાનું નકકી કર્યું છે. લોકોને ખબર નથી કે અમે તેમની પાસે જવાના છીએ અને તેમને ભેટ આપવાના છીએ. અમારી સંસ્થા રોટરી ઈન્ટરનેશનલ ૧૦૦ વર્ષથી કાર્યરત છે. અને રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો પણ ૧૮ વર્ષથી કાર્યરત છે. દિવ્યાંગ લોકોના માતા પિતા બીજા બાળકને જુએ છે ત્યારે તેમી મનોવ્યથા વધી જાય છે. પણ જયારે તેમનું બાળક કંઈક કરી બતાવે છે ત્યારે બાળક પર ગર્વ અનુભવે છે.

પ્રયાસ પેરેન્ટસ એસો.ના પૂજાબેન પટેલ શું કહે છે?

પ્રયાસ પેરેન્ટસ એસોસિએશનના પુજાબેન પટેલે ‘અબતક’ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારી સંસ્થા વાલીઓની બનેલી છે અને ૧૦ વર્ષથી કાર્યરત છે. બાળકને મંદબુધ્ધિ કહેવાતા પણ હવે તેમને દિવ્યાંગ કહેવામાંઆવે છે. જયારે ૧૯૯૨માં યુએનએ જાહેર કર્યું કે આદિવસને દિવ્યાંગ દિવસ તરીકે આખી દુનિયામાં ઉજવાશે. અમારી સંસ્થા પણ દર વર્ષે અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમો કરીને આ દિવસ ઉજવે છે. આ વર્ષે કોરોનાને લીધે જાહેર કાર્યક્રમ નથી કરી શકતા છતા પણ આ દિવસને કઈ રીતે

ઉજવવો તે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા જે દિવ્યાંગ હોય અને પોતે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવા વ્યકિતઓને ત્યાં જઈને તેમનું સન્માન કરીશું. અમારી સાથે રોટરી કલબ મેટ્રો પણ જોડાય છે. જે દિવ્યાંગ લોકોને શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરશે અત્યાર સુધીમાં જે લોકો કોઈએ સન્માન નથી કર્યું તેવા લોકોની અમે પસંદગી કરી છે. તેમ પુજાબેન પટેલે જણાવ્યું હતુ.