Abtak Media Google News

હિંદુધર્મના ઉત્સવોમાં કઈ ને કઈ વૈજ્ઞાનિક તથ્યો રહેલાં છે. આજ શીતળા સાતમના દિવસે શહેરના વિવિધ શીતળા માતાજીના મંદિરોમાં પોતાના સંતાનોના આરોગ્યની સુખાકારી માટે મહિલાઓએ પૂજા અર્ચના અને આરાધના કરી હતી. રાંધણ છઠ ના દિવસે રાંધેલું ખાયને પરિવારની મહિલાઓ પોતાના સંતાનોના આરોગ્ય અને પરિવારની સુખાકારી માટે આ વ્રત રહેતી હોય છે.

20220818 092709

આ દિવસે ટાઢું ખાયને માતાજીની આરાધના કરીને દિવસ વિતાવતી હોય છે. શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે. ભોળાનાથના ભક્તો માટે આ મહિનો વિશેષ હોય છે. ભગવાન ભોળાનાથની પૂજા તો ખરી જ, પરંતુ આ મહિનામાં જન્માષ્ટમી સુધી તહેવારો હોય છે. આ તહેવારોનો ભક્તો સહિતના લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે.  શીતળા માતાની વ્રતકથા અને પુજાનું મહત્વ વિશેષ રહેલુ હોય છે. શ્રાવણ વદ સાતમના તહેવારને શીતળા સાતમ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યુ છે કે વ્રત કરનારા શીતળા સાતમના દિવસે અલગ પુજા વિધી કરે છે જેનાથી શીતળા માતા પ્રસન્ન થાય છે જેવી લોકવાયકા ચાલી આવે છે.એક પૌરાણિક કાથા મુજબ કોઇ એક પરિવારમાં બે પુત્રની પત્નિ એટલે કે જેઠાણી અને દેરાણી તેના સાસુ સાથે રહેતી હતી. બંને પુત્રવધુને ત્યાં એક-એક દિકરા હતા. બંને પાત્રોમાં જેઠાણી ઇર્ષાળુ હતી અને દેરાણીનો સ્વભાવ એકદમ શાંત સરળ હતો. એક સમય એવો આવ્યો કે શ્રાવણ મહિનામાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો તે સમયે સાસુએ નાની પુત્રવધુને રસોઇ કરવા માટે કહ્યું અને તે મોડી રાત સુધી રાંધવાનું બનાવતી રહી. આ તમામ વચ્ચે ઘોડિયામાં રહેલો તેનો બાળક રડવા લાગ્યો.

બાળકને રડતો હોય તેવો અવાજ સાંભળતા જ રસોઇ કરી રહેલા માતાએ પોતાનું કામ પડતુ મુકી અને બાળક પાસે જતી રહી. તેવા સમયે દિવસભરના કામકાજના પગલે થાક હોઇ તેણી બાળક સાથે સુઇ ગઇ. આ તમામ વચ્ચે તેનાથી ચૂલો બંધ કરવાનું રહી ગયુ. ચૂલો આખી રાત સળગતો રહ્યો, મધ્ય રાત્રી પછી શીતળા માતા ફરવા નીકળે છે અને તેઓ ફરત ફરતા નાની પુત્ર વધુને ત્યાં પહોંચી જાય છે. શીતળા માતા સળગી રહેલા ચૂલા પર આળોટવા લાગે છે, પરંતુ શીતળા માતાની ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓનું શરીર દાઝી જાય છે. આ ઘટનામાં ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની પુત્ર વધુને શ્રાપ આપે છે કે, મારુ શરીર દાઝ્યુ તેવુ તેનુ પેટ દઝાડજે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.