Abtak Media Google News

શકલ સૃષ્ટિના સર્જનહારની જીણામાં જીણી દેણગી એક મોટી કરામત જેવી હોય છે.  સજીવ સૃષ્ટિમાં લોહીનું ખુબજ મહત્વ રહેલું છે. માનવીના અંગ, ઉપાંગ અને પ્રત્યાર્પણ સુધી પહોંચી ગયેલું વિજ્ઞાન હજુ લેબોરેટરીમાં રક્ત બનાવી શક્યુ નથી. રક્તનું કામ વહેવાનું છે. શરીરમાં રક્ત બને તો જ જીવન ટકે, બનેલું લોહી વહેતુ રહે તો જીવન ધબકતું રહે. સાથે સાથે જો લોહી જામતું ન હોય તો પણ જીવન શક્ય નથી. કુદરતની અનમોલ ભેટ લોહી બનવું અને ગંઠાઈ જવું બને ઈશ્ર્વરના આશિર્વાદ છે. લોહી ગંઠાતુ ન હોત તો શું થાત ? તો જીવન શક્ય નહોતું. કુદરતની અનમોલ ભેટ લોહી બનવાની સાથે તેની ગંઠાવાની તાસીર જ ખરા અર્થમાં જીવન ધબકતું રાખે છે.

આપણું શરીર તથા તેના મહત્વના અંગેના સક્રિય કોર્પો સાથે સમગ્ર શરીરમાં ફરતા રકત સાથે હૃદયનું સતત ધબકવું કૃદરતની અજબ કમાલ છે. આપણને જીવવા માટે હવા-પાણી અને ખોરાકની જરૂર પડે છે. ઘણીવાર આપણને ઇજા થાય તો લોહી નીકળે પણ થોડીવારમાં ગંઠા જેવું ભીંગડુ વળેને બંધ થઇ જાય છે. જો આમ ન થતું હોય તો નાના કાપામાંથી વહી જતાં લોહીને કારણે માનવીનું મુત્યુ થઇ જાત. આને મેડીકલની ભાષામાં બ્લડ કલોટીંગ કહેવાય છે. લોહી ગંઠાઇ જવાની ક્રિયાનો અલગ અલગ સમય દરેક માણસે જુદો હોય શકે છે. આપણા લોહીમાં કેટલાક ઘટકો છે જે લોહીનો ગઠ્ઠો જમવા માટે કારણભૂત છે

જયારે શરીરમાં લોહીની પરિભ્રમણ ક્રિયા સામાન્ય હોય ત્યારે ગઠ્ઠો બનાવતાં ઘટકો નિષ્ક્રિય હોય છે. પરંતુ જયારે કોઇપણ રકતવાહિની કે નસને ઇજા પહોંચે કે તરત જ ત્રાકકણ અને ગઠ્ઠો જમાવતા ઘટકોની સતત પ્રક્રિયાથી આપણું રકત જામી જાય છે.

લોહીનો ગટ્ટો બનાવવાની પ્રતિક્રિયા જટિલ છે, જેમાં ઈજાગ્રસ્ત રક્તવાહિની પાસે ત્રાકણ એક ઉપર એક એમ થોકબંધ ગોઠવાઈ જાય છે. ત્રાકણ અને ઈજાગ્રસ્ત રક્તવાહિનીનો સેન્દ્રિય પદાર્થ (ટીસ્યુ) એક પ્રકારનું રસાયણ બનાવે છે. રુધિરરસમાં આ રસાયણ ગટ્ટો બનાવનાર ઘટકો સાથે પ્રતિક્રિયા દ્વારા થ્રોમ્બોપ્લાસ્ટીન નામનો પદાર્થ બનાવે છે. થ્રોમ્બોપ્લાસ્ટીન અન્ય પદાર્થો સાથે મળીને રક્તના નિષ્ક્રિય રસાયણ પ્રોગ્રોમ્બીનનું થ્રોમ્બીનમાં રૂપાંતર કરે છે. ફાઈબ્રીનોજનમાંથી ફાઈબ્રીન નામના લાંબા અને ચીકણા દોરા બનાવવામાં થ્રોમ્બીન કારણભૂત બને છે. ફાઈબ્રીન દોરા તાણાવાણાની જેમ ગૂંથાઈ એક જાળી બનાવે છે, જેમાં ત્રાક્કણ અને રક્તકણો પડકાઈ રહે છે, બધું પ્રવાહી તત્ત્વ બહાર નિચોવાઈ જાય છે અને ગટ્ટારૂપી એક મજબૂત ડાટો બની જાય છે. ત્વચાની સપાટી ઉપર જે ગટ્ટો બને છે તેને ભીંગડું કહેવાય છે.

કેટલીક વ્યક્તિઓનું લોહી યોગ્ય રીતે ગટ્ટો બનાવતું નથી. લોહીનો ગટ્ટો બનાવનાર સક્રિય ઘટકોની લોહીમાં ખામીના કારણે હિમોફીલિયા નામની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે.

બીજી કેટલીક વ્યક્તિઓમાં ઈજા ન થઈ હોય તેવી રક્તવાહિનીમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે. આવો ગટ્ટો જે થ્રોમ્બસ તરીકે ઓળખાય છે તે રક્તપ્રવાહને તદ્દન બંધ કરી દે છે. આ કારણે રક્તવાહિનીઓ દ્વારા પોષણ મેળવતા સેન્દ્રિય પદાર્થોને ખોરાક અને પ્રાણવાયુ મળતો અટકી જાય છે. જ્યારે હૃદયની માંસપેશીઓને પોષણ આપતી ધમનીઓમાં લોહી ગંઠાઈ જાય છે ત્યારે કોરોનરી થોમ્બોસીસ નામે ઓળખાતી હૃદયની અતિગંભીર સ્થિતિ થાય છે.

ધમનીઓની દીવાલ ઉપર લોહી જે દબાણ કરે છે તેને રક્તચાપ અથવા બ્લડ પ્રેશર કહેવાય છે. હદયના સંકોચનની શક્તિ અને ગતિ, શરીરમાં વહેતા લોહીનો જથ્થો અને ધમનીઓની સ્થિતિસ્થાપકતા ઉપર બ્લડ પ્રેશરનું પ્રમાણ આધારિત છે.

બ્લડ પ્રેશર માપવાના યંત્રને “સ્ફીગ્મોમેનોમીટર” કહેવામાં આવે છે. તેમાં (1) હવા ભરી શકાય તેવી રબ્બરની કોથળી, (2) આ કોથળીમાં હવા પંપ કરી શકે તેવા રબ્બરનો દડો તથા (3) પારો ભરેલી એક અંકશોધન કાચની નળી હોય છે.બ્લડ પ્રેશર માપવા માટે દર્દીના હાથને ફરતી રબ્બરની કોથળી વીંટવામાં આવે છે. આ કોથળીની બરાબર નીચેની ધમની ઉપર સ્ટેથોસ્કોપ મૂકવામાં આવે છે. ધમનીઓમાં થતા લોહીના ધબકારા આ રીતે સાંભળી શકાય છે. ત્યાર બાદ ધમનીઓ ઉપર દબાણ આવે એ માટે આ કોથળીમાં હવા ભરવામાં આવે છે. આને કારણે રક્તપ્રવાહ અટકે છે અને ધબકારા સંભળાતા નથી. ત્યાર બાદ કોથળીમાંથી ધીરેધીરે હવા કાઢવામાં આવે છે. જ્યારે લોહીના દબાણ કરતાં કોથળીમાં રહેલું દબાણ ઓછું થાય છે, ત્યારે રક્તપ્રવાહ ચાલુ થાય છે. તે દબાણને સીસ્ટોલીક પ્રેશર કહેવાય છે. આ દબાણ તે હૃદયના સંકોચનનું દબાણ છે. પારાની નળી ઉપર બતાવેલો આંક જોઈ આ દબાણનું માપ નક્કી થાય છે. જ્યારે કોથળીમાંથી વધુ હવા કાઢવામાં આવે છે ત્યારે ધબકારા મંદ પડે છે અને આ વખતનું દબાણ ડાયાસ્ટોલીક પ્રેશર તરીકે ઓળખાય છે. આ દબાણ હૃદયની શિથિલતા દર્શાવે છે.

5Ebaa6Be57853272B423C723

બ્લડ પ્રેશરનું માપ સાધારણ રીતે બે અંકોમાં દર્શાવવામાં આવે છે. જેમકે 120/80. આમાં પહેલો આંક સીસ્ટોલીક દબાણની છે અને બીજો ડાયાસ્ટોલીકનો છે. પણ પુખ્તવયની વ્યક્તિમાં સીસ્ટોલીક લોહીનું દબાણ આશરે 120 મી.મી. હોય છે. કેટલાય ડોક્ટરો 140 મી.મી. કરતાં વધુ દબાણને હાઈ બ્લડ પ્રેશર ગણે છે. 90 મી.મી. કરતાં વધુ દબાણને પણ તેઓ ઊંચું ડાયાસ્ટોલીક દબાણ ગણે છે. જ્યારે અન્ય ડોક્ટરો 15095 ના આંકને ઊંચા લોહીના દબાણ તરીકે ઓળખાવે છે.

ઉંમરના વધારા સાથે બ્લડ પ્રેશર ઊંચે જાય છે. કેમકે ધમનીઓ વધુ જડ થતાં રક્તપ્રવાહ ઓછો થાય છે. રક્તના ઊંચા દબાણને કારણે હૃદય બંધ જવું, હૃદયરોગનો હુમલો આવવો અથવા કીડનીની ક્રિયાઓ થંભી જવી જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. ડોક્ટરો આ ઊંચા દબાણને “એશિયલ હાઈપરટેન્શન” તરીકે ઓળખતા હતા. 1957માં જ્યારે આનું કારણ જાણવા ન મળ્યું ત્યારે વિજ્ઞાનીઓએ રક્તમાં એક રાસાયણિક પદાર્થ બનાવ્યો કે જે લોહીના ઊંચા દબાણનું કારણ માનવામાં આવ્યું. એજીઓટેન્સીનર તરીકે ઓળખાતા આ પદાર્થનો ઉપયોગ સંશોધનકર્તાઓએ લોહીના ઊંચા દબાણનાં કારણોનો અભ્યાસ કરવા કરેલ. લોહીનું નીચું દબાણ હાઈપોટેન્શન તરીકે ઓળખાય છે અને સાધારણ રીતે હાઈપોટેન્શનને કોઈ સારવારની જરૂર નથી.

B3 પોઝિટિવ બ્લડ ગ્રુપ પણ હોય શકે!!

એ બી ઓ (ABO) બ્લડ ગ્રુપ એ બ્લડ ગ્રુપની પ્રથમ સિસ્ટમ છે જે  transfusion મેડીસીનમાં સૌથી મહત્વપૂર્ણ છે. આપણે બધા ફક્ત મૂખ્ય રક્ત જુથો (ગ્રુપ)જેમકે ગ્રુપ એ, ગ્રુપ-બી, ગ્રુપ-ઓ અને ગ્રુપ- એ બી વિશે જાણીએ છીએ. આ મૂખ્ય ગ્રુપ ના  પેટા ગ્રુપ પણ છે, પરંતુ તેમનો વ્યાપ ખૂબ ઓછો હોવાના કારણે ભાગ્યેજ આ પ્રકારના પેટા બ્લડ ગ્રુપ જોવા મળે છે.

થોડા સમય પહેલાં એક પથોલોજી લેબોરેટરીમાંથી એક 59 વર્ષ ના પુરૂષ નો રક્ત નો નમુનો બ્લડ ગ્રૂપની ચકાસણી કરવા માટે લાઈફ બ્લડ સેંટરમાં આવેલ. લાઈફ બ્લડ સેંટરમાં, સમાન્ય પધ્ધતિથી ફોરવર્ડ (સેલ ગ્રુપ) અને રિવર્સ ( સિરમ ગ્રુપ) બ્લડ ગ્રુપ કરવમાં આવ્યા હતા; પરિણામોએ  કેટલાક પડકારો ફેંકી દીધા. વયક્તિનુ સાચુ બ્લડ ગ્રુપ જાણવા માટે લાઈફ બ્લડ સેંટરના ટેક્નિકલ સ્ટાફે કેટલીક વિશેષ  અને વિસ્તૃત પ્રક્રિયાઓ કરી હતી. નિષ્કર્ષ પર પહોંચવા માટે  લાળનુ (saliva) ગ્રુપ તેમજ old adsorption અને elusion જેવી અધ્યતન પ્રક્રિયા કરવામાં આવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિનુ બ્લડ ગ્રુપ B3 પોઝિટિવ ( બ્લડ  ગ્રુપ B પોઝિટિવનુ પેટા ગ્રુપ) હતુ. લાઈફ બ્લડ સેંટરના 40વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દુર્લભમાં પણ દુર્લભ એવુ ઇ ગ્રુપનુ પેટા B3 ગ્રુપ શોધી શક્યા. પેટા બ્લડ ગ્રુપ પર વિવિધ અભ્યાસ કારવામાં આવ્યા છે, જે પ્રમાણે B3 પોઝિટિવનો વ્યાપ 90000( નેવુ હજાર) વ્યક્તિઓએ ફકત 1 તરીકે નોધાય છે.

સમાન્ય રિતે આ પેટા બ્લડ ગ્રુપને ‘ઓ’ (o) ગ્રુપ તરીકે ભૂલથી પાઠવવા અને પ્રસ્તુત કરવામાં આવે છે  અને જે વિલંબિત hemolytic transfusion પ્રતિક્રિયા તરફ દોરી શકે છે. આને અવગણવા માટે, ફોરવર્ડ અને રિવર્સ (સેલ- સીરમ) બ્લડ ગ્રુપ ધ્યાન પૂર્વક કરવું આવશ્યક છે.

કેટલીક વ્યક્તિઓનું લોહી યોગ્ય રીતે ગઠ્ઠો બનાવતું નથી જેને કારણે હિમોફીલિયા નામની ગંભીર પરિસ્થિતિ ઉભી થાય છે જયારે હૃદયની માંચ પેશીઓને પોષણ આપતી ધમનીઓમાં લોહી ગંઠાઇ જાય ત્યારે કોરોનરી થ્રોમ્બોસીસ નામે ઓળખાતી હૃદયની અતિ ગંભીર બિમારી થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.