જાળમાં ફસાયેલી પ્રેગ્નેંટ શાર્કના પેટમાંથી નિકળી રહસ્યમય વસ્તું, જેને જોતા જ તમારા રૂંવાડા ઊભા થઈ જશે

પ્રકૃતિમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે,જેને જોતા લોકો દંગ રહી જાઈ છે. ઘણી વખત એવા અજીબોગરીબ શક્લ વાળા બાળકો જોવા મળે છે. તો ક્યારેક એવા બાળકો જન્મે છે, જેની શક્લ પ્રણીઓ જોવી હોઈ છે. એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યાં છે કે,પ્રાણીઓના ગર્ભમાંથી માણસની શક્લ વાળા બચ્ચાઓ જન્મે છે. તાજેતરમાં ઈન્ડોનેશિયામાં એક એવી ઘટના સામે આવી છે,જેણે બધાનું ધ્યાન ખેચ્યું છે. માછીમારની જાળમાં એક એવી માછલી ફસાઈ હતી,જેને જોતા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. માછીમારની જાળ એક પ્રેગ્નેંટ શાર્ક ફસાઈ હતી. માછીમારે જ્યારે આ શાર્કનું પેટ ફાડીને જોયું તો તેની અંદરથી માણસની શક્લ વાળુ શાર્કનું બચ્ચું નિકળ્યું હતું. જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહ્યો છે.

ઈન્ડોનેશિયામાં 48 વર્ષના માછીમાર અબ્દુલ્લાહ નરેને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાયેલી એક માછલીની તસવીર શેર કરી છે. જેમાં શાર્કના બચ્ચાની શક્લ માણસ જેવી લાગી રહી છે. તેમણે અન્ય માછલીઓમાં તેને અલગ કરી દીધી હતી. જ્યારે આ માછલીને ગામના લોકોએ જોઈ તો તેની પૂજા કરવા લાગ્યા હતાં. શાર્કના આ વિચીત્ર બચ્ચું ઈન્ડોનિયાના ઈસ્ટ નુસા તેંગ્ગારા પ્રાંતમાંથી મળી આવ્યું છે.

આ મામલે અબ્દુલ્લાહ ભાઈનું કહેવું છે કે, આ શાર્કના બચ્ચાને ખરીદવાની વાત કરી ચુક્યાં છે,પરંતુ તે આ માછીને વહેંચવા માંગતા નથી. તે આ બચ્ચાને પોતાની પાસે રાખવા માંગે છે.તેને એવી ઉમ્મીદ છે કે, શાર્કનું આ બચ્ચુ તેના માટે ગુડ લક લઈને આવ્યું છે.