- જામકંડોરણાના આંગણે રૂડો અવસર
- “છોટે સરદાર” સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કંડારાયેલી સેવાની કેડી પર અવિરત સેવા યજ્ઞ જારી રાખનાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એટલે “બાપથી સવાયો બેટો”
- પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પરિવાર આયોજિત સમૂહ લગ્નની દીકરીઓનો લાખેણો કરિયાવર સાસરે પહોંચાડી દેવાયો
સામાજિક કુરિવાજોને તીલાંજલી આપી સમાજના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ અને સુખાકારી માટે અનિવાર્ય બનેલા સમૂહ લગ્ન આજે સમાજની જરૂરિયાત બની ચૂકી છે ત્યારે જામકંડોરણામાં રવિવારે લેઉવા પટેલ સમાજના સિંહ અને સૌરાષ્ટ્રના “છોટેસરદાર” સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કંડારાયેલી કેડી પર આગળ વધી સેવાના બીજને વટ વૃક્ષ બનાવી બાપ થી સવાયા બેટા બનેલા પૂર્વ મંત્રી-ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં રવિવારે 511 દીકરીઓને લાખેણા કરિયાવર સાથે સાસરે વળાવવાના અવસરની તડામાર તૈયારીઓ થઈ રહી છે, સમૂહ લગ્નમાં પરણીને દીકરીઓ ઘેર પહોંચે તે પહેલા 120 વસ્તુઓનું કરિયાવર ઘેર પહોંચાડી દેવાનું ઉત્તરદાયિત્વ અદા કરી દેવામાં આવ્યું છે.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલયમાં 26 જાન્યુઆરી રવિવારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા, સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના પ્રેમનું પાનેતર નવમાં શાહી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ઉદ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરા, હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજુભાઈ હિરપરા સુરત ભક્તિ ગ્રુપના રમેશભાઈ ગજેરા, પરસોતમભાઈ ગજેરા, ખાસ ઉપસ્થિત રહેશે મુખ્ય દાતા સ્વ વલ્લભભાઈ ગજેરા ના પુત્રો રમેશભાઈ અને પરસોતમભાઈ ગજેરા અને તમામ દાતાઓનું સન્માન કરવામાં આવશે
પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજ ની 511 દીકરીઓ પ્રભુતા મા પગલા પાડશે, દરેક દંપતિને ઘર વપરાશની 120 વસ્તુઓનું કરિયાવર આપવામાં આવ્યું છે આ કરિયાવર લગ્ન પહેલાં તમામ દીકરીઓના સાસરે પહોંચાડી દેવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી રવિવારે બપોરે 2/30 વાગે જાન આગમન થશે, ત્યારબાદ ભવ્ય શાહી વરઘોડો અને દાતાઓનો સત્કાર સમારંભ આશીર્વાદ, 4 વાગે હસ્તમેળાપ થશે, ત્યારબાદ 6 વાગે ભોજન સમારોહ અને8 વાગે ક્ધયાઓને વિદાય આપવામાં આવશે ,
સમૂહ લગ્નના રૂડા અવસર પૂર્વે આવતીકાલે 24જાન્યુઆરી શુક્રવારે સાંજે 8વાગે ગીતાબેન રબારી ગ્રુપનો ભવ્ય રાસોત્સવ યોજાશેઆ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઇકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ, જીતુભાઈ વાઘાણી ડોક્ટર ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહેશભાઈ કશવાલા ,પ્રવીણભાઈ ઘોઘારી, દિવ્યેશભાઈ અકબરી, કંચનબેન રાદડિયા, સુધીરભાઈ વાઘાણી, જે,વી કાકડીયા, વિનુભાઈ મોરડીયા, જનકભાઈ તળાવીયા, કિરીટભાઈ પટેલ, કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર ,પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નારણભાઈ કાછડીયા, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ નાથદ્વારાના ટ્રસ્ટીઓ , ધારાસભ્યો ,પૂર્વ ધારાસભ્યો ભાજપઅગ્રણી અને સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે
પ્રેમનું પાનેતર લગ્ન અવસર ના ભવ્ય આયોજન વચ્ચે કુમાર અને ક્ધયા છાત્રાલય આજુબાજુ વિસ્તારને રોશની થી સુશોભિત કરવામાં આવ્યું છે 8000 સ્વયંસેવકો સેવા માટે તેનાત કરવામાં આવ્યા છે જામકંડોરણા તાલુકા પટેલ ક્ધયા અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઇ રાદડિયા અને માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ને અંતિમ આપવામાં આવ્યું છે.