‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે  રઘુવીર યુવા સેનાની ટીમ

રઘુવીર યુવા રોના રાજકોટ શહેર દ્વારા આગામી તા.1-2-2023 ને શનિવાર ના રાજકોટથી વીરપુરની પાવનકારી પદયાત્રાનું આયોજન પૂ . જલારામની 142 મી પૂણ્યતીથી નિમીતે કરવામાં આવેલ છે . આ માટે ખાતાકીય પરવાનગી લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે આ માટે જેતે વિભાગ દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું પાલન કરવાની તૈયારી સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે તા.26 જાન્યુઆરી -2001 માં ગુજરાતમાં થયેલા ગોજારા ભુકંપમાં અકાળે મૃત્યુ પામેલ વ્યકિતઓના આત્માની શાંતિ માટે શ્રધ્ધાજલી રૂપે સૌ પ્રથમ પદયાત્રા રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા યોજવામાં આવેલ ત્યારથી અવીરત યોજાતી યાત્રા પૈકી આ 23 મી પાવનકારી પદયાત્રા યોજાનાર છે જેમાં પપ કિ.મી. ના હાઈવે રૂટ ઉપર પદયાત્રીકોની સેવા માટે સેવા પરબો ઉભા કરવા માટે સંસ્થા દ્વારા વિચારમાં આવેલ છે . વર્તમાન સમયે સંભવીત કોરોના મહામારી ના અનુસંધાને પદ્યાત્રીકો , આયોજકો અને સ્વયંસેવક અને સેવાભાવિઓએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવામાં આવશે.

ગત વર્ષના તમામ સેવા પરબો યથાવત જે તે સ્થળ ઉપર રાખવામાં આવેલ છે તદ્ઉપરાંત નવા સેવા પરબો માટે  બલરામભાઈ કારીયા દ્વારા પદયાત્રા ઇન્ચાર્જ ની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે તે હિમાંશુભાઈ વસંત – મો . 98988 46456 ભૌતિકભાઈ જીવરાજાની – મો . 99044  00099 નો સેવાભાવી દાતાઓ અને સ્વયં સેવકોએ  સેવકોએ  સંસ્થા કાર્યાલયે રૂબરૂ સંપર્ક  સાધવો  અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા બલરામભાઈ કારીયાજણાવ્યું હતુ કે આ મંગલમય પાવનકારી પદયાત્રામાં જોડાયને પૂણ્યનું ભાથુ બાંધવા ઈચ્છતા ભાવિક ભકતજન ભાઈ – બહેનોએ રજાના દિવસો સીવાય સાંજના 4-00 થી 6-00 દરમ્યાન ઈલોરા સીઝન , ગો.ગો.ચે. ની સામે , જયુબેલી રોડ , 18 , વરૂણ ચેમ્બર , 5 , કડીયા લાઈન , ધર્મેન્દ્ર રોડ , દેવપુષ્પ મેડીકલ , હનુમાનમઢી ચોક ખાતે પોતાના નામ રજીસ્ટર કરાવી પદયાત્રી ઓળખ પાસ મેળવી લેવા  જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.