ઘેલા સોમનાથ મંદિરે શિવરાત્રીની તડામાર તૈયારીઓ: વિવિધ ધર્મઅનુષ્ઠાનો

Ghelasomanath | temple | abtakmedia
Ghelasomanath | temple | abtakmedia

ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને શુક્રવાર તા.૨૪ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી નિમિતે દાદાના જુદા જુદા શણગાર કરવામાં આવશે. તેમજ બપોરના ૧૧ વાગ્યે મહાપુજા બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે.

દાદાને ગંગાજળ, દુધથી અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે ૪ પહોરની પુજા કરવામાં આવશે સવારે ૫ વાગ્યે મંગળા આરતી બપોરના ૧૨ વાગ્યે મહાઆરતી તેમજ રાત્રીના ચાર પહોરથી ચાર આરતી થશે. સાંજે ૭:૦૦ વાગ્યે આરતી રાત્રે ૯ વાગ્યે આરતી રાત્રે ૧૨ વાગ્યે મહાપુજા, મહાઆરતી રાત્રે ૨ વાગ્યે આરતી અને સવારે ૫ વાગ્યે આરતી થશે. યાત્રિકો ભાવિકોને દાતાઓના સહકારથી બંને ટાઈમ બપોરના ૧૨:૩૦ વાગ્યે તેમજ રાત્રે ૮ વાગ્યે મંદિર ટ્રસ્ટ તરફથી ૫૦૦૦ યાત્રિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ભુદેવો, સાધુ, સંતો માટે પણ મંદિર ટ્રસ્ટ તરફથી ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત મહાશિવરાત્રી નિમિતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે.

તેમજ શિવરાત્રીના સવારે ૯ વાગ્યે દેવકુભાઈ ખાચર ગઢડા સ્વામીવાળા તરફથી દાદાને ધજા ચડાવવામાં આવશે. તેમજ હોમાત્મક લઘુ‚દ્ર હસુભાઈ ગજ્જર રહે અમદાવાદના સહયોગથી સવારે ૮ કલાકે શુક્રવારે કરવામાં આવશે.