- બલમ પિચકારી તુને જો મુજે મારી
- બજારમાં 101 જાતના કલર અનેક જાતની પિચકારી જેવી કે બેન્ડટેડ, ડોરોમોન, છોટા ભીમ, મ્યુજીકલ પંપ, મ્યુજીકલ ટેક, બબુલ સ્વરી પિચકારીમાં એરગન, ટેડિબિયર, ટેન્કુ, 3ડી, બેન્ડટેન, સહિતને વેરાઈટી ઉપલબ્ધ
અબતક, રાજકોટ
હોળી-ધુળેટીના તહેરવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધુળેટીના પર્વને મનભરીને માણવા લોકો થનગની રહ્યા છે. ધુળેટીના દિવસે એકબીજાને રંગ ઉડાળી રંગોત્સવ મનાવશે. બાળકો પિચકારીમાં રંગ ભરી અને એક-બીજાને રંગ ઉડાળશે. આ ધુળેટીનો તહેવાર દરેક લોકોમાં ઉત્સાહનો રંગ ભરી દે છે. ધુળેટીના પર્વ પૂર્વે બજારમા પિચકારી અને હર્બલ કલરનું વેચાણ શરૂ થયુ છે. શહેરમા દુકાનો અને લારીમાં વેચાણ થઇ રહ્યુ છે. અને લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે.
બજારમાં 101 જાતના કલર અનેક જાતની પિચકારી જેવી કે બેન્ડટેડ, ડોરોમોન, છોટા ભીમ, નરેન્દ્ર મોદી, અખીલેશ યાદવ, મ્યુજીકલ પંપ, મ્યુજીકલ ટેક, બબુલ સ્વરી પિચકારીમાં એરગન, ટેડિબિયર, ટેન્કુ, 3ડી, બેન્ડટેન, અમે ઘણી બધી ટેક આવે છે. 20 થી લઈને 5 હજાર સુધીની પિચકારી રાખી છે. સૌથી વધુ ટેન્ક, ડોરેમોન વધુ માંગે છે.સહિત અનેક વેરાયટીઓમાં પિચકારી આવી છે. આમા ખાસ કરીને મુરગલા હર્બલ કલર જે સ્કીનને નુકશાન ની કરતા, સ્પ્રે કલર, બ્લેક સ્પ્રે આવ્યા છે. રાજકોટની પ્રજા ઉત્સાહિત છે એટલે ગ્રાહકોનો પ્રશ્ર્ન ની છેલ્લા દિવસે વધુ હશે શરીરને ચામડીને નુકસાન કરે તેવા કલર રાખ્યા ની. હર્બલ કલર અને ગુલાલ ઉડાડવા માટે છે. આ કલર ખાસ ઈન્દોરી મંગાવામાં આવ્યા છે. ભાવમાં કોઈ વધારો આવ્યો ની. ખાસ કરીને કેસુડો કલર, ગુલાબી કલર, લાલ કલર વગેરે પ્રકારના કલરો આવેલા છે.રંગમાં તપકીર કલર, સાદ ધુળના કલર, ઓર્ગેનિક કલર, જેમાં 15 થી 20 કલર છે.
હોળી -ધુળેટીના તહેવાર આવતા બજાર ખીલી ઉઠી: રસિક હિરપરા
અબતક સાથેની વાતચીતમાં પછી રસિક હિરપરા એ જણાવ્યું હતું કે, હોળી અને ધુળેટીનો તહેવાર આવતા જ બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારી સ્ટોરમાં રંગબેરંગી ગુલાલ, પિચકારીઓ, ફુગ્ગા અને વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રીઓથી બજારો ખીલી ઉઠી છે ,હોળી અને ધુળેટીના તહેવારમાં પહેરવા માટે ખાસ પ્રકારના કપડાં અને એસેસરીઝ પણ બજારમાં આવ્યા છે,હોળી અને ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો તહેવાર છે, અને બજારોમાં પણ ઉત્સાહ મળી રહ્યો છે
આ વર્ષે તપકીરના કલર ની વધુ માંગ: વેપારી સાગરભાઇ
અબતક સાથેની વાતચીતમાં શિવમ સ્ટોરના સાગરભાઇ એ જણાવ્યું હતું કે, છેલ્લા 23 વર્ષથી અમે સીઝન સ્ટોર ચલાવી રહ્યા છીએ આ વર્ષે કલરમાં તો અવનવી વેરાઈટી આવી છે સાદા કલર, તપકીરના કલર ,સુગંધિત કલર, આ ઉપરાંત ત્વ્ચાને નુકસાન ન કરે તેવા કલર ઉપલબ્ધ છે તપકીરનો કલર સુગંધિત તેમજ તેની ગુણવત્તા સારી હોય છે તપકીરના કલરમાં પીકોક, રઘુવીર સહિતની કંપનીમાં
ઉપલબ્ધ છે તેમ જ આ વખતે હર્બલ કલરની વધુ માંગ છે ઈલેક્ટ્રીક પિચકારી, ગન, ચાર્જેબલ, હથોડા ભાલા ,કુહાડી સહિતની વેરાઈટી ઉપલબ્ધ છે 50 રૂપિયા થી શરૂ કરીને 1000 રૂપિયા સુધીની પિચકારીઓ ઉપલબ્ધ છે તેમજ આ ઉપરાંત ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ વર્ષે રંગો અને પિચકારીમાં 10%નો વધારો: વેપારી મનીષભાઈ
અબતક સાથેની વાતચીતમાં વેરાઈટી સ્ટોરના મનીષભાઈ જણાવ્યું હતું કે હું છેલ્લા 50 વર્ષથી સિઝનલ ધંધો કરું છું આ વર્ષે અમારી સ્ટોરમાં અવનવી ઇલેક્ટ્રિક આઈટમ આવી છે જે મેડ ઇન ઇન્ડિયા છે આ ઉપરાંત હર્બલ ,તપકીર ,અબીલ –ગુલાલ સહિતના કલર તેમજ સ્કીનની કાળજી રાખીને કલરની પસંદગી કરવામાં આવી છે,પાણીમાં પણ ફ્રૂટની ફ્રેગ્રન્સ મેજીક બલૂન ,કાર્ટુન ઠાકોરજીની નાની ડોલથી માંડીને છબી ઠાકોરજીને ધરાવી શકાય છે તેવી અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે બાળકો માટે છોટા ભીમ, પુષ્પા– ટુ સહિતની વેરાઇટી ઉપલબ્ધ છે આ વર્ષે 10% નો વધારો નોંધાયો છે