દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની તૈયારીઓ પુરજોશમાં : વડાપ્રધાન મોદી

એઇમ્સના શ્રી ગણેશ: વડાપ્રધાન મોદીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

૨૦૨૦ના કપરા વર્ષનો અંતિમ દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માટે યાદગાર બન્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા વર્ચ્યુઅલ ખાતમુહૂર્તની ક્ષણના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદો સહિતના સાક્ષી બન્યા

એઇમ્સના શ્રી ગણેશ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે એઇમ્સનું ખાતમુહૂર્ત થયું છે. જેથી ૨૦૨૦ના કપરા વર્ષનો અંતિમ દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ, સાંસદો, તબીબો તેમજ અગ્રણીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.

રાજકોટની ભાગોળે ખંઢેરી નજીક ૨૦૦ એકર જમીન ઉપર અંદાજે રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થનાર છે જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ અન્ય મંત્રીઓ અને સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યો અને તબીબો તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. કુલ ૨૦૦ અતિથિઓને ખાસ નિમંત્રણથી બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામ મહાનુભાવોએ સંબોધન આપીને પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માટે આજે આનંદનો દિવસ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનારી સંસ્થા એઈમ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતને પ્રાપ્ત થઈ છે જેનો શિલાન્યાસ આજે થયો છે. હવે રાજયના લોકોએ સુપર સ્પેશયાલીસ્ટ ટ્રીટમેન્ટ માટે બહાર જવુ નહીં પડે. ગુજરાતની જનતાને આગવી આરોગ્ય સેવા પ્રાપ્ત થવાની છે. ૧૯૫૬માં દિલ્હી ખાતે એઈમ્સની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સાથે ઘોર અન્યાય થતો હતો. ગુજરાતને એઈમ્સ મળતી ન હતી. જયારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા છે ત્યારથી ગુજરાત માટે મોસાળે મા પીરસનાર છે ત્યારે ગુજરાતને અનેક લાભો મળ્યા છે તેનું વિઝન કિલયર હતું ગુજરાતનો વિકાસ અને પ્રગતી માટે તેઓએ અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આજે ૨૦૨૦નો અંતિમ દિવસ સમગ્ર ગુજરાતની જનતા માટે યાદગાર બનવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મેડિકલ કોલેજો અને તેમાં બેઠકો વધે તે માટે અથાગ પ્રયત્નો કર્યા છે. નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે આરોગ્ય સેવા ક્ષેત્ર માટે ગૌરવવંતો દિવસ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૭૦ વર્ષ બાદ ગુજરાતને એઈમ્સ અપાવી છે. કેન્દ્રની અગાઉની સરકારે જે દસકાઓ સુધી અન્યાય કર્યો છે તે અન્યાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દુર કર્યો છે અને દેશના પ્રગતિશીલ તથા વિકસિત રાજયો એવા ગુજરાતમાં એઈમ્સની મંજુરી આપી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અગાઉ જયારે તેઓ દિલ્હી જતા અને એઈમ્સની કંઈ ચર્ચા થતી તો તેઓને શરમાવવું પડતું હતું પરંતુ હવે ગુજરાતને પણ એઈમ્સ મળતા દરેક ગુજરાતીઓને આ ગૌરવ પ્રાપ્ત થવાનું છે. અંતમાં તેઓએ જણાવ્યું કે, રાજય સરકારે એક હજાર કરોડથી વધુની રકમ ખર્ચી કોરોના કાળમાં દર્દીઓને સાજા કર્યા છે.

એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે પાયાનો પથ્થર બની રહેશે: રાજયપાલ આચાર્ય દેવવ્રત

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્વાસ્થ્ય માટે એઇમસ એ પાયનો પથ્થર બની રહેશે, તેમ જણાવી આ સંસ્થા ઝડપણી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે, તેવી આશા સેવી હતી. તેમણે ગુજરાતાના લોકોને નર્મદાના નીરથી જેજ્ઞલી આનંદ થયો હતો, તેટલો જ આનંદ આ સંસ્થા શરૂ થવાથી અહીંના લોકોને થશે, તેમ પણ જણાવ્યું હતું . રાજયપાલએ  જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહયો છે. પ્રધાનમંત્રીરીની કર્તવ્યનિષ્ઠા અને વિકાસવાદના વિચરોને પરિણામે આજે દેશ દુનિયામાં વિકાસ ષ્ક્ષેત્રે અગ્રેસર બની રહયો છે. પહેલું સુખ તે નિરોગી કાયા તે વિચારને ચરિતાર્થ કરવા આયુષ્માન ભારત યોજના દ્વારા વડાપ્રધાનએ દેશના પ્રત્યગેક વ્યક્તિના આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે.

મેડિકલ ટુરીઝમ અને રોજગારીના સર્જનમાં એઇમ્સ નિમિત્ત બનશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માટે આજે આનંદનો દિવસ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનારી સંસ્થા એઈમ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતને પ્રાપ્ત થઈ છે જેનો શિલાન્યાસ આજે થયો છે. હવે રાજયના લોકોએ સુપર સ્પેશયાલીસ્ટ ટ્રીટમેન્ટ માટે બહાર જવુ નહીં પડે. ગુજરાતની જનતાને આગવી આરોગ્ય સેવા પ્રાપ્ત થવાની છે. ૧૯૫૬માં દિલ્હી ખાતે એઈમ્સની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સાથે ઘોર અન્યાય થતો હતો. ગુજરાતને એઈમ્સ મળતી ન હતી. જયારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા છે ત્યારથી ગુજરાત માટે મોસાળે મા પીરસનાર છે ત્યારે ગુજરાતને અનેક લાભો મળ્યા છે તેનું વિઝન કિલયર હતું ગુજરાતનો વિકાસ અને પ્રગતી માટે તેઓએ અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આજે ૨૦૨૦નો અંતિમ દિવસ સમગ્ર ગુજરાતની જનતા માટે યાદગાર બનવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મેડિકલ કોલેજો અને તેમાં બેઠકો વધે તે માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીના દૂરંદેશી આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી  યોજનાઓની ટૂંકી વિગતો મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. પ્રત્યેક જિલ્લાદીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાનો રાજયસરકારનો આશય સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ રાજયભરમાં સ્થપાયેલી વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની આંકડાકીય વિગતો ટાંકી હતી. એઇમ્સ એ રાજયના આરોગ્યક્ષેત્રની સુવિધાઓ ક્ષેત્રની યશકલગી સાબિત થશે, તેવી અપેક્ષા ઉચ્ચારી હતી.

એઈમ્સમાં ૧૦૦૦ તબીબોની ફૌજ હશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે આરોગ્ય સેવા ક્ષેત્ર માટે ગૌરવવંતો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૭૦ વર્ષ બાદ ગુજરાતને એઈમ્સ અપાવી છે. કેન્દ્રની અગાઉની સરકારે જે દસકાઓ સુધી અન્યાય કર્યો છે તે અન્યાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દુર કર્યો છે અને દેશના પ્રગતિશીલ તથા વિકસિત રાજયો એવા ગુજરાતમાં એઈમ્સની મંજુરી આપી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અગાઉ જયારે તેઓ દિલ્હી જતા અને એઈમ્સની કંઈ ચર્ચા થતી તો તેઓને શરમાવવું પડતું હતું પરંતુ હવે ગુજરાતને પણ એઈમ્સ મળતા દરેક ગુજરાતીઓને આ ગૌરવ પ્રાપ્ત થવાનું છે. અંતમાં તેઓએ જણાવ્યું કે, રાજય સરકારે એક હજાર કરોડથી વધુની રકમ ખર્ચી કોરોના કાળમાં દર્દીઓને સાજા કર્યા છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, એઈમ્સનું કામ પૂર્ણ થયા બાદ ૧૦૦૦ તબીબો તેમાં કામ કરશે અને ૬૨૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

કેવું હશે એઇમ્સ કેમ્પસ

 • ૨૨,૫૦૦ સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ ત્યાર કરાશે
 • ૭૧ હજાર સ્કવેર મીટરમાં ૭૫૦ બેડની હોસ્પિટલ નિર્માણ પામશે
 • ૩૭૦૦ સ્કવેર મીટરમાં ૨૫૦ વ્યક્તિ માટે નાઈટ શેલટર તૈયાર કરાશે
 • ૨૫૦૦ સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ અને કોંફરન્સ હોલ તૈયાર કરાશે
 • ૧૨૦૦૦ સ્કવેર મીટરમાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરાશે
 • ૭૪૦૦ સ્કવેર મીટરમાં ૩૧૨ વિદ્યાર્થી ક્ષમતાની પી.જી. હોસ્ટેલ તૈયાર થશે
 • ૫૭૫૦ સ્કવેર મીટરમાં ૨૪૦ બોઇઝ અને ૨૪૦ ગર્લ્સ ક્ષમતાની યુ.જી હોસ્ટેલ તૈયાર કરાશે
 • ૧૭૩૦ સ્કવેર મીટરમાં ડાઇનિંગ હોલ તૈયાર કરાશે
 • ૪૦૦૦ સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલ તૈયાર થશે
 • ૪૫૦૦ સ્કવેર મીટરમાં ૨૮૮ છાત્રો નર્સિંગ હોસ્ટેલ નિર્માણ પામશે
 • ૨૫૦ સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને રેસ્ટોરન્ટ બનાવાશે
 • ૬૫૦ સ્કવેર મીટરમાં ૧૪ રૂમનું ગેસ્ટહાઉસ તૈયાર કરાશે
 • રમતગમ માટે માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ નિર્માણ કરાશે