Abtak Media Google News
  • સોમવારે શ્રીકૃષ્ણના 5ર51 માં જન્મોત્સવ મનાવવા ભાવિકોમાં ભારે થનગનાટ

યાત્રાધામ દ્વારકામાં આગામી તા.ર6 ઓગષ્ટને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ1માં જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારેથનગનાટ જોવા મળી રહયો છે.

જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઇટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઇ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીયાલન્સના સહયોગથી મુંબઇના જેમીની ગ્રુપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે.

રાજય સરકારના સાંસ્કતિક વિભાગ દ્વારા તા.ર6મીએ રાત્રે 7 કલાકથી પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષ્ાતામાં દ્વારકા ઉત્સવ ર0ર4 નામનો સાંસ્કતિક કાર્યક્રકમ પણ યોજાનાર છેે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ રીધ્ધિબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંત ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કતિક કાર્યકમમાં નામાંક્તિ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

હોટલ – ગેસ્ટહાઉસમાં વ્યાપક બુકીંગ

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ – ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહયું છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં જેની અસર ભાવિકોના ઘસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલ માલીકો તથા વેપારીવર્ગ રાખી રહયો છે.

રેલવે દ્વારા વિશેષ ટ્રેન – એસટી દ્વારા વધુ બસો દોડાવાશે

જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષેે ભાવિકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાાધામમાં પધારેતેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ઘસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેઈનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષ્ાીને ચોકક્સ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદશનથી ઠેર ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઇ રહયુ છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતાપૂણ” કામગીરી દાખવી રહયા છે.

મંદિરમાં 3પ0 સહિત યાત્રાધામમાં 1પ99 પોલીસકમી” બંદોબસ્ત

જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષ્ા કાજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. જેમાં 1 એસપી, 6 ડીવાયએસપી, 39 પીઆઇ, 60 પીએસઆઇ તેમજ જીઆરડી એસઆરબી ટીઆરબીના જવાનો સહિત 1પ99 જેટલા પોલીસકર્મી ફરજ નિભાવશે. એસ.પી. નિતેશકુમાર પાંડેયના માર્ગ

દર્શનમાં ડીવાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા ડીવાય.એસ.પી. સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષ્ા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દ્વારકા દર્શન સર્કિટ  – શિવરાજપુર બીચે વધશે ટ્રાફીક

દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્ર્વર જયોતિલિંગ, રૂક્ષમણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઇ બીચ, દ્વારકાનો ભડકેશ્ર્વર બીચ, પંચકુઇ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઇ રહયુ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.