- ઇવીએમ મશીનની જાળવણી સંવેદનશીલ મતવિસ્તાર મથક તેમજ અલગ અલગ વોર્ડમાં આર્મગાર્ડને રાખવામાં આવશે
- ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે,
જ્યારે 28મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.ભાજપ અને કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવા માટે કમર કસી રહી છે. રાજકોટ જિલ્લામાં જેતપુર, ધોરાજી,ઉપલેટા, ભાયાવદર, જસદણ વગેરે નગરપાલિકા તથા ટીડીપીની સીટો માટે ચૂંટણી યોજાઈ રહી છે.
ચૂંટણીની તૈયારીઓ સમય અનુસાર ચાલી રહી છે. ફાઇનલ યાદી, છાપકામ, ઇવીએમ પ્રિન્ટિંગનું કામ પૂર્ણ થયેલ છે.
સાથો સાથ અલગ અલગ કોન્ટ્રાક્ટર અને વેન્ડર ફાઇનલ થઈ ગયેલ છે. કર્મચારીઓની રહેવા-જમવાની, કાઉન્ટિંગની આગોતરી તૈયારીઓ સમયસર ચાલી રહી છે.
દિવ્યાંગો અને વડીલો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે. સ્ટેટલેવલથી નોમ્સ નક્કી કરવામાં આવ્યા છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી છે પોલીસ ફોર્સ અને આર્મગાર્ડની માંગણી કરવામાં આવી છે. વોર્ડ પ્રમાણે અલગ અલગ ખર્ચ થતો હોય છે 9 થી વધારે સંખ્યા હોય તો અઢી લાખ સુધીનો ખર્ચ થાય છે.