“અબતક” આંગણે “એકદંત” આરાધનામાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આજે અબતકના આંગણે પધારી ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અબતક મીડિયા હાઉસમાં અબતક કા રાજાના પુરા ભાવ ભક્તિથી દર્શન કર્યા હતા અને અબતક પરિવાર સાથે હળવી પળો માણીને ખુશી વ્યક્ત કરી હતી.

અબતક મીડિયા હાઉસના આંગણે અબતકના સુપ્રીમો સતીષકુમાર મહેતાની રાહબરી હેઠળ દર વર્ષની પરંપરા મુજબ વિધિવત રીતે ભાવભેર અબતક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરા ભાવ ભક્તિથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ગણપતિના પંડાલમાં દરરોજ સવાર સાંજ ભાવપૂર્વક આરતી આરાધનામાં અબતક પરિવાર જોડાઈ છે. ગણેશોત્સવના આજે આઠમા દિવસે “અબતક”ના આંગણે “એકદંત”ની આરાધનામાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ઉપસ્થિત રહી અને આરતીનો લાભ લીધો હતો. તેમણે ગણપતિના દર્શન સાથે આરતીનો પણ લાભ લીધો હતો. આરતી સમયે અબતકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતા જોડાયાં હતા.

અબતકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી અને અબતકના પોઝીટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યૂઝની ભારે પસંશા કરી હતી. અબતકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતા સાથે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતકની કાર્યપ્રણાલીના ભારો ભાર વખાણ કરી સમાજમાં મીડિયાની ભૂમિકા અને એ સંદર્ભે અબતક દ્વારા નિભાવાતી ફરજની સરાહના કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતક સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે, ગણપતિ ઉત્સવ માનવને ભાવ ભક્તિ પ્રદાન કરે છે. માનવે ઇર્ષાભાવ છોડી એકબીજાને ઉપયોગી થવાની ભાવના ઉભી કરવી જોઈએ આજ ગણેશોત્સવની ખરી ઉજવણી છે.

“અબતક” ત્રિદેવનું મિલન

અબતકના આંગણે ગણપતિજીના દર્શન અને આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવતા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ગણપતિ એટલેકે “દેવ”ના સાનિધ્યએ આવેલા ત્યારે અબતકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશભાઈ મહેતા “દેવ” પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.. આમ દેવના સાનિધ્યે ત્રિદેવનું મિલન થયું હતું. આ અવસરે અબતક પરિવાર આ ધન્ય ઘડીનો સાક્ષી બન્યો હતો.