Abtak Media Google News

ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ બજેટમાં અનેક જોગવાઈઓ: પ્રથમ વખત બજેટ રજૂ કરતા  કારોબારી કમિટીના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા

અબતક, રાજકોટ

જિલ્લા પંચાયત રાજકોટ કારોબારી  સમિતિની  સહદેવસિંહ આર.જાડેજાના અધ્યક્ષ સ્થાને  બેઠક મળી હતી. તેમાં તેમણે પ્રથમ વખત જિલ્લા પંચાયતનું સને  2021-22નું સુધારેલ અને 2022-23નું બજેટ કારોબારી સમિતિ સમક્ષ મૂકેલ હતુ 2022-23નું બજેટ પુરાંત વાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં અનેક જોગવાઈઓ  કરેલ હતી. જિલ્લા પંચાયતનું સને  2021-22નું સુધારેલ અંદાજપત્ર કુલ રૂ.2343.44 લાખનું છે. તેમજ સને  2022-23નું અંદાજ પત્ર કુલ રૂ. 2636.96 લાખનું છે.

સને 2022-23 નાં અંદાજપત્ર માં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇ માં

Dsc 3429 Scaled

(1) શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ કરવામા આવે છે, (2) ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઇ કરવામા આવે છે, (3) વિકાસનાં કામો માટે 7 કરોડ 9 ર લાખની જોગવાઇ કરેલ હતી જેની સામે સીટ દીઠ 4 લાખ વધારો કરીને 9 કરોડ 36 લાખની જોગવાઇ કરવામા આવે છે. (4) પ્રાથમિક શાળામાં પીવાનાં પાણીની સુવિધા વિકસાવવા માટેના સાધનો વસાવવા કે સ્થાયી પ્રકારના ખર્ચ માટે 10 લાખની જોગવાઇ કરવામા આવે છે.(5) પ્રાથમિક શાળા કમ્પાઉન્ડનાં દરવાજાથી શાળા સુધી પેવિગ બ્લોક માટે 15 લાખની જોગવાઈ કરેલ છે .(6) પ્રાથમિક શાળા તથા શિક્ષકોના શૈક્ષણીક અને વહીવટી પુરક સાહિત્ય આપવા 1 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (7) પ્રાથમિક શાળાઓમાં શાળાનું પ્રવેશદ્વાર , પ્રાગણમાં બાગ બગીચા શાળાના મકાનની બહારની દિવાલોમાં કલાત્મક કૃતીઓ ગોઠવવા વગેરે માટેની બ્યુટીફિકેશન માટેની સહાય યોજના માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (8) શાળા સ્વચ્છતા અંગે સ્થાયી પ્રકારનાં સાધનો વસાવવા માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (9) સેલ કાઉન્ટર , ગ્લુકોમીટર , આરોગ્યલક્ષી સાધન સામગ્રી , સર્જીકલ સાધનો અને રીએન્ટ નેત્રયજ્ઞ , સર્જીકલ કેમ્પ , ડાયાબીટીસ , લોહીની તપાસ માટેનાં જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે રપ લાખની જોગવાઈ કરવામા આવે છે. (10) મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 33 લાખની જોગવાઇ કરવામા આવે છે. (11) આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે 30 લાખની જોગવાઇ કરવામા આવે છે. (12) આઇ સી ડી એસમાં ઓફિસ માટે જરૂરી ફર્નીચર જેવીકે ટેબલ કબાટ ખુરશી વગેરે અને બ્યુટીફિકેશન / મોર્ડેનાઇઝેશન માટે 15 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (13) આઇ સી ડી એસમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનો ( કમ્પ્યુટર , પ્રિન્ટર , સીસીટીવી , સ્પીકર ) માટે 14 લાખની જોગવાઇ કરવામાં આવે છે

Dsc 3442 Scaled

(14) પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઇઓ અને ખેડૂત હેલ્પ સેન્ટર અંગે 3 લાખની જોગવાઈ કરવામાં આવે છે. ( 15) સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા .15 / 09 / 2016 ના ઠરાવ મુજબ નાં કામો માટે ) 65 લાખની જોગવાઈ સામે સુધારેલ અંદાજમાં 5 લાખ વધારીને 70 લાખ અને 2022-23 ના વર્ષમાં પણ 70 લાખની જોગવાઇ કરવામાં આવે છે .(16) તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 140 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (17) વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રાંમ્ય કક્ષા ના કામો માટે 40 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (18) પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે 100 લાખની જોગવાઇ કરવામાં આવે છે. (19) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા સૈનિકના પરીવારને રૂ .1 લાખ ચુકવવા 5 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.